આપણું ગુજરાતગાંધીનગર

Gujarat સરકારે પાક નુકસાની અંગે 350 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી

ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat) જુલાઇ મહિનામાં 9 જિલ્લામાં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની અંગે કૃષિ મંત્રીએ વિધાનસભામાં 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લ્લાઓનો સમાવેશ થાય છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સહાય પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 4 લાખ હેકટર વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતો ને આ સહાય ચુકવવામાં આવશે. વિધાનસભાના નિયમ 44 અંતર્ગત ગૃહમાં કૃષિ સહાય પેકેજની જાહેરાત કરાઇ છે.

ખેડૂતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા પેકેજ જાહેર
વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ ખેડૂતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે
રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે
ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો