મનોરંજન

ફિલ્મ Stree-2માં છુપાયેલો સમાજ માટે આ સિક્રેટ મેસેજ, તમારા સુધી પહોંચ્યો કે?

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સ્ટારર ફિલ્મ સ્ત્રી ટુ (Stree 2)ની ચર્ચા ચાલી રહી છે. 2024ની કદાચ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો ટેગ પણ સ્ત્રી ટુને ફાળે જાય છે. આ વર્ષે થિયેટર્સ દર્શકો માટે તરસી ગયા હતા. આઠ મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ અડધાથી વધુ મહિનામાં થિયેટર્સમાં એટલી ભીડ નથી જોવા મળી જેટલી ગયા વર્ષે જોવા મળી હતી. પણ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી ટુએ આગળના તમામ મહિનાઓનો હિસાબ સરભર કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ બિઝનેસના દાવપેંચ જાણનારા એક્સપર્ટ્સ માટે આ ફિલ્મમાં એક મોટું સરપ્રાઈઝ છે.

ભીડની વાત કરીએ કો હાલમાં ટીવીથી લઈને સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલી તસવીરોમાં ભીડ સૌથી કોમન બાબત છે. હાલમાં જ થાણેના બદલાપુર ખાતે રેલવે સ્ટેશનથ પર અને રસ્તાઓ પર ઉતરીને ભીડે બાળકીઓ સાથે થયેલાં દુષ્કર્મનો વિરોધ કરવા અને ન્યાય માંગતી જોવા મળી હતી. આવી જ એક બીજી ભીડ જોવા મળી કોલકતાના રસ્તાઓ પર. જ્યાં એક મહિલા ડોક્ટર સાથે થયેલાં પાશવી બળાત્કાર માટે ન્યાય માંગવા લોકો હજારો લાખોની સંખ્યામાં ઉતરી આવ્યા હતા. ત્રીજી ભીડ જોવા મળી રહી છે દેશભરના વિવિધ થિયેટર્સમાં. જ્યાં દર્શકો હોરર કોમેડી ફિલ્મ સ્રી ટુ જોઈને ખુશ થઈ જાય છે. ફિલ્મ કમાણીના મામલે તો રેકોર્ડ બ્રેક કરી જ રહી છે પણ શું તમને ખબર છે આ ફિલ્મમાં સમાજમાં મહિલાઓની વર્તમાન સ્થિતિને લઈને એક મહત્ત્વનો સંદેશ પણ આપવામાં આવ્યો છે? ચાલો તમને એ વિશે જણાવીએ-

દર વખતે જ્યારે બળાત્કાર જેવી ઘટનાઓનો એક્સ-રે કરનારા મદ્દાઓ પર ચર્ચા શરૂ થાય છે તો આ વિચારને પોસનાર કોઈને કોઈ એક વ્યક્તિ આપણી વચ્ચે બેઠેલી જોવા મળે છે. સ્ત્રી ટુ જેવી કોઈ ફિલ્મ આવે છે તો લોકો હોરર અને કોમેડીના ખાબોચિયામાં ડૂબકી મારીને આવી જાય છે, પણ આ ફિલ્મમાં આપવામાં આવેલો મેસેજ પાછળ રહી જાય છે.

2018માં આવેલી ફિલ્મ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મના પહેલાં ભાગમાં પણ એક સિક્રેટ મેસેજ હતો. સ્ટોરીમાં રાતના બહાર નીકળનારા પુરુષોને ઉઠાવી જનારી ડાકણની સ્ટોરી છે. મૃત્યુ પહેલાં આ ડાકણ એક સુંદર વેશ્યા હતી. પરંતુ જ્યારે આ વેશ્યાને પ્રેમ થયો તો તે એ પુરુષો માટે અપરાધી બની ગઈ જે પોતાની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા માટે તેની પાસે આવતા હતા. તેણે આ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અધૂરા પ્રેમને કારણે આ વેશ્યાની આત્મ ડાકણ બનીને પોતાની સાથે ખરાબ કરનારા પુરુષોને સતાવવા લાગી.

આ પણ વાંચો : ચાર દિવસમાં સ્ત્રી-2 પહોંચી ગયું 300 કરોડના ક્લબમાં, ઑવરસિઝ કલેક્શન પણ જબરજસ્ત

રાજકુમાર રાવે નિભાવેલા બિક્કીના કેરેક્ટરે જ્યારે એને પ્રેમથી ટ્રીટ કરી ત્યારે કે શાંત થઈ ગઈ. પરંતુ સ્ટોરીમાં અહીં ટ્વીસ્ટ હતો, જેણે બીજા પાર્ટમાં સ્ટોરી આગળ વધારી. આ ટ્વીસ્ટ હતો સ્ત્રીની ચોટલી. ડાકણનો ચોટલો કાપીને તેને શક્તિહિન બનાવવાની એક ઈમેજ હતી. જ્યાં સમાજ પર એક મોટો વ્યંગ હતો. કઈ રીતે આ સમજવા માટે એ સમાચારો યાદ કરો જ્યાં મહિલાઓની કોઈ ભૂલ કે સમાજ સામે છેડેલી જંગનો બદલો લેવા માટે તેના વાળ કાપી નાખવામાં આવતા હતા. ગામમાં તેને અપમાનિત કરવામાં આવતી હતી. ઘણી જગ્યાએ તો પુરુષોએ આવી મહિલા સાથે હેવાનિયતની તમામ હદ પાર કરી નાખી હતી.

અહીંથી શરૂ થાય છે સ્ત્રી ટુની સ્ટોરી સરકટ્ટે કા આતંક. કોંકણી લોકકથામાં સરકટ્ટે ભૂતનું નામ માન કાપ્યા હોય છે. માન એટલે ગરદન, માથું અને કાપ્યાનો અર્થ થાય છે કાપી નાખવી. માથું કે ગરદન એ શરીરનું અવયવ જ નહીં પણ ગર્વ અને ઈગોનું પ્રતિક પણ માનવામાં આવે છે. પ્રતિકના હિસાબે સરકટ્ટા એ એવું ભૂત છે કે જેનું માન હણાઈ ગયું છે.

વાત કરીએ સ્ત્રીઓની સુરક્ષા અને પિતૃસત્તાક માનસિકતાની તો આવા મુદ્દાઓ પર હંમેશા તમને એક વાત સાંભળવા મળે છે કે જેમાં મહિલાઓની સુરક્ષામાં સૌથી મોટી ભૂલ મહિલાઓનું પોતાની રીતે જીવવું માનવામાં આવે છે. આપણા ઘરમાં, પરિવારમાં કે આસપાસમાં પમ એવા અનેક પુરુષો મળશે કે જેમને મહિલાઓનું મોર્ડન થઈને જીવવું પુરુષત્વ અને પોતાની સંસ્કૃતિનું અપમાન લાગે છે. આ વિચારધારા જ મહિલાઓ સામે થઈ રહેલાં અત્યાચાર અને ગુનાઓનું કારણ બને છે. જેના પૂરતા પુરાવાઓ આપણી સામે હાજર છે. સ્ત્રી ટુ ફિલ્મમાં પણ આવી જ માનસિકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો આ મહત્ત્વનો મેસેજ ચૂકી ગયા હશે

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો