પેરિસનું એફિલ ટાવર હોય કે આગ્રાનું તાજમહેલ કે લંડનનું બ્રુકલિન બ્રિજ હંમેશા આ તમામ સ્થળો પર્યટકોથી ઘેરાયેલા હોય છે

પણ જરા વિચાર કરો કે માણસોની ભીડ વિના ઉજ્જડ આ તમામ ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કેવા લાગશે? ચાલો જોઈએ-

માણસો વિના લીલીછમ્મ ઝાડીઓની વચ્ચે પેરિસનું એફિલ ટાવર કંઈક આવું દેખાઈ રહ્યું છે

વાત કરીએ પ્રેમની નિશાની એવા આગ્રાના તાજમહેલની તો યમુના નદીના કિનારે આ સ્મારક માણસો વિના કંઈક આવું દેખાવવા લાગશે

સમુદ્રની વચ્ચો વચ્ચ આવેલું અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની હાલત કંઈક આવી થઈ જશે

લંડનના બ્રુકલિન બ્રિજની આ હાલત જોઈને એક સેકન્ડ માટે તો ભલભલા લોકો ડરી જશે

સિડનીના ઓપેરા હાઉસને કઈ રીતે ભૂલી શકાય? માણસોની ભીડ વિના સૂનું સૂનું ઓપેરા હાઉસ કંઈક આવું થઈ જશે

બિગ બેન ક્લોક ટાવર પણ કોઈ જૂની હોરર ફિલ્મની હોન્ટેડ પ્લેસ જેવું ભેંકાર ભાસી રહ્યું છે

વાત કરીએ બ્રાઝિલના ક્રાઈસ્ટ ધ રિડીમર સ્મારકની તો તેના પર આ રીતે ઝાડી ઝાંખરા ઊગી આવશે

ઈટલીનું ટાવર ઓફ પિસાની આ તસવીર જોઈને તો કોઈની પણ આંખો પહોળી થઈ જશે

આ તમામ તસવીરો એઆઈની મદદથી તૈયાર કરવામાં આવી