અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કોઈ સુધારો નહીં: ગુજરાત હાઈ કોર્ટનું ઉચ્ચ અધિકારીઓને તેડું…

અમદાવાદઃ શહેરમાં રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના વારંવારના નિર્દેશો અને કડક ચેતવણીઓ છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહીં થતાં, હાઇકોર્ટે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને આગામી 29મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ જ હાજર રહેવા આદેશ આપ્યો છે.

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિની સમસ્યા:

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 પછી લગભગ 60 જેટલા હુકમો કર્યા હોવા છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં કે કોઇ પરિણામ નહી આવતાં હાઈકોર્ટની ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી. રાજય સરકાર, ટ્રાફ્કિ પોલીસ, અમ્યુકો, પોલીસ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓનો ઉધડો લેતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આટલા વર્ષોથી હાઇકોર્ટ વારંવાર હુકમો કર્યા કરે છે અને તમને પૂરતી તક આપી છે, પરંતુ હજુ સુધી કોઇ જ અસર થઇ નથી.

હાઇકોર્ટે આડે હાથે લીધા:

એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે રાજય સરકાર, ટ્રાફિક વિભાગ, અમદાવાદ મનપા અને પોલીસ ઓથોરીટીને આડા હાથે લીધા હતા.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો