આમચી મુંબઈમહારાષ્ટ્ર

Alert: Mithibai Collegeની છોકરીઓમાં ફેલાયો ‘Yellow Shirt Guy’નો ડર, વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આક્રોશ

મુંબઇઃ કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર બાદ ક્રૂર હત્યા અને બદલાપુરમાં નર્સરીમાં ભણતી માસુમ બાળકીઓના યૌન શોષણનો મામલો હજી શમ્યો નથી, લોકોમાં આક્રોશ છે ત્યારે મુંબઇની પ્રતિષ્ઠિત મીઠીબાઇ કૉલેજના વિદ્યાર્થિનીઓના ઉત્પીડનના સમાચાર જાણવા મળ્યા છે. વિલેપાર્લાની મીઠીબાઈ કૉલેજની વિદ્યાર્થિનીઓનું લગભગ 10 વર્ષથી ‘પીળા શર્ટવાળા વ્યક્તિ’ દ્વારા ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, પીળા શર્ટમાં એક પુરુષ છે જે જાણીજોઈને છોકરીઓ સાથે ટક્કર મારે છે અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે. તે વારંવાર આવું કરે છે અને ફૂટપાથના એક છેડાથી બીજા છેડા સુધી રાઉન્ડ લે છે.

મીઠીબાઇ કૉલેજની એક વિદ્યાર્થિનીએ નામ ના આપવાની શરતે પોતાની વિતક શેર કરી હતી. તેના જણાવ્યા મુજબ, તે અને તેની મિત્ર વિલેપાર્લે સ્ટેશન તરફ ચાલી રહી હતી ત્યારે તે વ્યક્તિ (‘યલો શર્ટ ગાય’) તેની મિત્ર સાથે ટકરાઈ ગયો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. તેઓએ આ બાબતને ભૂલથી માની જવા દીધી કારણ કે વિસ્તાર ગીચ હતો. જો કે, બીજા દિવસે તેની સાથે સવારે અને પછી બપોરે ફરીથી એવું જ બન્યું અને દરેક વખતે આવું કરનાર વ્યક્તિ સેમ હતો. તેઓ થોડા સમય ત્યાં જ ઊભા રહ્યા અને આ ‘યલો શર્ટ ગાય’ શું કરે છે, તેનું નિરીક્ષણ કર્યું. તેમણે જોયું કે તે ફૂટપાથ પર ચાલતી અન્ય છોકરીઓ સાથે પણ તે જ પેટર્નને અનુસરે છે. તેની પેટર્ન સમાન છે – તે વિસ્તારમાં થોડી ભીડ થાય તેની રાહ જુએ છે, પછી છોકરીઓની વિરુદ્ધ દિશામાં ચાલે છે, તેમને ટક્કર મારવાનો પ્રયાસ કરે છે અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે.

આ વ્યક્તિ મીઠીબાઈ કોલેજમાં ‘યલો શર્ટ ગાય’ તરીકે કુખ્યાત છે, જેના વિશે અધિકારીઓએ વિદ્યાર્થીઓને ચેતવણી પણ આપી છે. કોલેજે તેની સામે ઘણી ફરિયાદો પણ નોંધાવી છે જેના માટે તેની ધરપકડ કરવામાં આવી છે અને જેલમાં મોકલવામાં આવ્યો છે પરંતુ તે દર ત્રણ મહિને તેને છોડી મૂકવામાં આવે છે અને વિદ્યાર્થિનીઓના ઉત્પીડનનો સિલસિલો ચાલુ થઇ જાય છે.

જ્યારે કૉલેજને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે કૉલેજ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, પોલીસ પણ તેના કૃત્યોથી ‘કંટાળી ગઈ છે’ તે જેલમાં જવા અને મફત ભોજન મેળવવા માટે આવું કરે છે.”

આ ઘટનાને અન્ય કેટલાક લોકોએ પણ સમર્થન આપ્યું હતું. કેટલાકે તો જણાવ્યું હતું કે તે આ વ્યક્તિને 2018થી જાણે છે. કૉલેજની આજુબાજુ ફૂટપાથ પર જાય છે, ભીડ જોઇને છોકરીઓને અણછાજતો સ્પર્શ કરે છે, તેમની સામે હસ્તમૈથુન કરે છે, તેના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવે છે.

વર્ષોથી છોકરીઓ સાથે આવું કરનાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે મુંબઇ પોલીસને હાકલ કરવામાં આવી છે. કોલકાતાની આરજી કાર હૉસ્પિટલ, બદલાપુરની નર્સરીમાંની ઘટના બાદ મીઠીબાઇ કૉલેજ પાસેની આ ઘટના દેશમાં મહિલા સુરક્ષાનો ચોંકાવનારો ચહેરો ઉજાગર કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button