Godhra સીટી સર્વે કચેરીના સુપ્રિટેન્ડન્ટ આઠ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા…
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા(Godhra)સીટી સર્વે કચેરીના વર્ગ-2 કક્ષાના અધિકારી સુપ્રિટેન્ડન્ટ રૂપિયા આઠ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે.
રૂપિયા આઠ હજાર આપી નોંધ મંજૂર કરાવી હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અરજદારે તેના બહુમાળી મકાનમાં આવેલા ફ્લેટનું વેચાણ કર્યું હતું. જેની નોંધ મંજૂર કરવા ગોધરા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ બી.સી.માલીવાડએ રૂપિયા 15 હજારની લાંચની માંગણી કરી હતી. જેથી જે તે વખતે અરજદારે રૂપિયા આઠ હજાર આપી નોંધ મંજૂર કરાવી હતી.
એસીબીની ટીમે છટકુ ગોઠવ્યુ હતું
ત્યારબાદ ફરિયાદીએ તેઓના કાકાની છોકરીઓએ ખરીદ કરેલી દુકાનની નોંધ પડાવવા આ કામના આરોપીને મળી રૂપિયા 2500 લઈ કાચી નોંધ પાડી આપી હતી.અરજદાર પાસે નોંધ કરવા માટે બી.સી.માલીવાડ નામના અધિકારીએ લાંચ માગી હતી અને અરજદારે એસીબીને જાણ કરતા એસીબીની ટીમે છટકુ ગોઠવ્યુ હતું અને અધિકારીને રંગે હાથ ઝડપી લીધો છે.