આપણું ગુજરાતસુરેન્દ્રનગર

ગુજરાતના Tarnetar Fair માં યોજાશે ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આગામી મહિનામાં 6 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર દરમ્યાન સુરેન્દ્રનગરના થાનગઢમાં પરંપરાગત તરણેતરના મેળો.(Tarnetar Fair)યોજાશે. જેમાં આ વખતે ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ સ્પર્ધકો અને કલાવૃંદો ભાગ લઇ શકશે. આ માટેનું એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી સુરેન્દ્રનગર ખાતે થી રૂબરૂ મેળવી લેવાનાં રહેશે

વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન

ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આ વર્ષે તરણેતરના મેળામાં પ્રથમ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત વેશભૂષા (ભાઈઓ), પરંપરાગત વેશભૂષા (બહેનો), છત્રી સજાવટ, પારંપરિક ભરતગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ (ગાયન સાથે), વાંસળી, સીંગલ પાવા, જોડિયા પાવા, એકપાત્રીય અભિનય (ઐતિહાસિક/ધાર્મિક પાત્રો), રાવણહથ્થો (ગાયન સાથે), રાસ (શહેરી/ગ્રામ્ય), ભવાઇ, બહુરૂપી, હુડો રાસ, લોકનૃત્ય, મોરલી, શરણાઈ, એકલ નૃત્ય (સોલો ડાન્સ), લાકડી ફેરવવી, ઢોલ જેવી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

3જી સપ્ટેમ્બર 2024 સુધીમાં ફોર્મ ભરવું ફરજિયાત

આ માટેના એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી, સુરેન્દ્રનગર ખાતે થી રૂબરૂ મેળવી લેવાનાં રહેશે. તથા કચેરીના બ્લોગ dydosnr.blogspot.com અને વ્હોટસએપ નંબર 6353363567 ઉપરથી પણ મેળવી શકાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધક અને કલાકારોએ તારીખ 3જી સપ્ટેમ્બર 2024 સુધીમાં પોતાનું ફોર્મ ભરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર ખાતે પહોંચાડવાનું રહેશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો