ટોપ ન્યૂઝસ્પોર્ટસ

નીરજ ચોપરાએ ફરી દેશનું નામ રોશન કર્યું, ઈજાગ્રસ્ત હોવા છતાં આટલા મીટરનો થ્રો કર્યો

નવી દિલ્હી: ઈજાગ્રસ્ત હોવા છતાં પેરીસ ઓલમ્પિક(Paris Olympic)માં સિલ્વર મેડલ જીતનાર ભારતીય જેવલીન થ્રોઅર નીરજ ચોપરા(Niraj Chopra)એ ફરી એક વાર દેશનું નામ રોશન કર્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટરનો થ્રો કર્યાના 14 દિવસ બાદ નીરજે લુસાને ડાયમંડ લીગ(Lausanne Diamond League )માં 89.49 મીટર જેવલીન ફેંક્યું હતું.

નીરજ ફરીથી 90 મીટરના આંકને સ્પર્શી શક્યો ન હતો, જોકે સીઝનનો નીરજનો આ સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ગ્રોઈનની સમસ્યા હોવા છતાં નીરજે ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો અને બીજા સ્થાને રહ્યો હતો.

ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ 90.61 મીટર જેવલીન ફેંકી પ્રથમ સ્થાને રહ્યો હતો. નોંધનીય છે કે એન્ડરસન પીટર્સે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજે બીજા ક્રમે રહીને સિલ્વર મેડલ જીત્યો હતો.

લુસાને ડાયમંડ લીગમાં નીરજનું પ્રદર્શન:
લુસાને ડાયમંડ લીગના છેલ્લા થ્રોમાં નીરજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, પ્રથમ થ્રોમાં નીરજે 82.10 મીટર દૂર જેવલીન ફેંક્યું હતું. આ પછી બીજા થ્રોમાં તેણે 83.21 મીટરન, ત્રીજા થ્રોમાં 83.13 મીટર, ચોથા થ્રોમાં 82.34 મીટર જેવલીન ફેંક્યું હતું. પાંચમા થ્રોમાં નીરજે સુધારો કર્યો હતો, તેણે 85.58 મીટર જેવલીન ફેંક્યું હતું. ત્યાર પછી છઠ્ઠા અને છેલ્લા થ્રોમાં નીરજે 89.49 મીટર જેવલીન ફેંકી સિઝનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

| Also Read: અરશદ નદીમને સસરાએ ભેંસ ભેટમાં આપી, નીરજ ચોપરાએ આપી આપી પ્રતિક્રિયા…

નીરજ ફરીથી 90 મીટરને ના સ્પર્શી શક્યો:
નીરજ ચોપરા ફરી 90 મીટરના આંકને સ્પર્શી ન શક્યો. નોંધનીય છે કે નીરજ લાંબા સમયથી 90 મીટરના આંકને સ્પર્શવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. નીરજની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.94 મીટર છે, જે તેણે 2022ની સ્ટોકહોમ ડાયમંડ લીગમાં ફેંક્યું હતું. નીરજના ચાહકોને આશા છે કે તે જલ્દીથી 90 મીટરના આંકને સ્પર્શવામાં સફળ થાય છે.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો