મનોરંજન

આ સ્ટારકિડે સ્કૂલના દિવસને યાદ કરીને કર્યો ચોંકાવનારો ખુલાસો

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અને શ્રીદેવીની લાડલી દીકરી અભિનેત્રી જાહન્વી કપૂર તેની પર્સનલ લાઈફ કે ફિલ્મોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જાહન્વીએ તેના અંગત જીવનની એક ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

2018માં ‘ધડક’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનારા જાહન્વી કપૂરે તેના સ્કૂલના દિવસોને યાદ કરીને લોકોને ચોંકાવી નાખ્યા હતા. જાહન્વીએ કહ્યું હતું કે હું દસ વર્ષની હતી ત્યારે એક ફોટોગ્રાફરે મારી તસવીરો લીધી હતી. વાસ્તવમાં કેમેરો મારા જીવનનો મહત્ત્વનો ભાગ રહ્યો છે. જોકે, અમે સ્ટારકિડ હોવાને કારણે ઘણી મુશ્કેલીઓ પડી હતી. અમે જ્યારે બહાર જતા અને લોકો અમારી પરવાનગી વગર અમારી તસવીરો ખેંચતા પૂછો જ નહીં.

આ મુદ્દે જાહન્વીએ કહ્યું હતું કે હું ચોથા ધોરણમાં હતી ત્યારે મારી એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. હું કમ્પ્યુટર લેબમાં હતી ત્યારે મેં કમ્પ્યુટર સ્ક્રીન પર મારો ફોટો-વીડિયો જોઈને ચોંકી ગઈ હતી. આ વીડિયો વાઈરલ થયા પછી મારા મિત્રો મને અલગ રીતે જોતા હતા, હું વેક્સિંગ નથી કરતી, તેથી તેઓ મારી મજાક ઉડાવતા હતા. જોકે, એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું હતું કે જ્યારે મારા ફોટોગ્રાફ્સ સાથે છેડછાડ કરવામાં આવી ત્યારે મને આઘાત લાગ્યો હતો. કોઈએ મારા ફોટા પોર્ન સાઇટ્સ પર પોસ્ટ કર્યા હતા. મારા ફોટોગ્રાફને ફોટોશોપ કરીને ન્યૂડ ફોટો પોસ્ટ કર્યો હતો પછી આખી સ્કૂલમાં સર્ક્યુલેટ થયો હતો, ત્યારબાદ લોકો મને ગંદી નજરે જોતા હતા.

જાહન્વીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મિલી, ગુડલક જેરી, ગુંજન સકસેના, ધ કારગિલ ગર્લ વગેરે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, જ્યારે આજે પણ ટોચની અભિનેત્રીમાં પણ નામ લેવાય છે. ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર તેના ગ્લેમર અંદાજને પણ વ્યક્ત કરવામાં માહેર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોગ્રાફ મૂકીને પણ લાખો લોકોને પોતાના દિવાના બનાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button