નેશનલ

સરકારની સુરક્ષા એજન્સી અનેક મોરચે કરી રહી છે ખતરાનો સામનોઃ એફબીઆઈ

બ્રુકલિન સેન્ટર (યુએસ): સરકારની સુરક્ષા એજન્સીઓ દેશમાં અનેક મોરચે ખતરાનો સામનો કરી રહી છે. એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ એક ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના કરિયરમાં આ પ્રકારના સમય અંગે વિચારમાં અસમર્થ છે જ્યારે વિવિધ પ્રકારના ખતરાઓ એક સાથે સામે આવી રહ્યા છે.

તેમણે બુધવારે સુરક્ષા એજન્સીઓ અને અન્ય અન્ય સંસ્થાઓ વચ્ચે ભાગીદારી વિશે વાત કરવા માટે મિનિયાપોલિસ ફિલ્ડ ઑફિસની મુલાકાતમાં જણાવ્યું હતું. તેમની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે એફબીઆઇ સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંન્ને પ્રકારના આતંકવાદ, સાથે જ ચીની જાસૂસી અને બૌદ્ધિક સંપત્તિની ચોરી અને ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપને લઇને વધતી ચિંતાઓનો સામનો કરી રહી છે.

બ્રુકલિન સેન્ટરના ઉપનગરમાં આવેલી ઑફિસમાં રેએ જણાવ્યું હતું કે, “મને ચિંતા છે કે એકસાથે આટલા બધા ખતરાઓ વધી ગયા છે. સાથે પુરુષો અને મહિલાઓની સામે અનેક પડકારો છે. એક વસ્તુ જે મને લાગે છે કે તે બે પડકારોને દૂર કરવામાં મદદ કરે છે તે છે ભાગીદારી છે. આ જ રીતે આપણે આગળ વધીએ છીએ. આપણે બધાએ સાથે મળીને કામ કરીએ તો સંભવ છે.

આ પણ વાંચો: …તો હોસ્પિટલ બંધ કરી દો’ કોલકાતા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ખખડાવી


સાત ઓક્ટોબરના રોજ ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી તરત જ રેએ ચેતવણી આપવાનું શરૂ કર્યું કે આ હિંસા આતંકવાદીઓ માટે પ્રેરણાનું કામ કરે છે. જેમ કે આપણે વર્ષો અગાઉ આઇએસઆઇએસ દ્ધારા પોતાના કથિત ખિલાફતની શરૂઆત બાદ નથી જોયું. એફબીઆઈએ યુનાઇટેડ સ્ટેટ્સની દક્ષિણ સરહદને લગતી સુરક્ષા ચિંતાઓનો સામનો કરવા માટે ખૂબ મહેનત કરી છે.

અધિકારીઓએ જૂનમાં જાહેર કર્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે શંકાસ્પદ સંબંધો ધરાવતા તાજિકિસ્તાનના આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને ઇમિગ્રેશન ઉલ્લંઘન પર પકડવામાં આવ્યા હતા.
અધિકારીઓ પણ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિદેશી દખલગીરીની આશંકા સાથે કામ કરી રહ્યા છે. એફબીઆઈ અને અન્ય ફેડરલ એજન્સીઓએ સોમવારે જાહેરાત કરી હતી કે ઇરાન ટ્રમ્પના ચૂંટણી અભિયાનના ટાર્ગેટ કરવા માટે હેક અને બાઇડેન-હેરિસના ચૂંટણી અભિયાનને અસર કરવા માટે જવાબદાર છે. જેને અધિકારીઓએ અમેરિકન રાજકારણમાં દખલ કરવાના બેશરમ અને આક્રમક પ્રયાસ તરીકે દર્શાવ્યા હતા.

તેમણે કોઈ ચોક્કસ તપાસ અથવા ધમકી વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ જણાવ્યું હતું કે ચૂંટણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉમેદવારો અથવા ચૂંટણી અભિયાન સામેના સાયબર હુમલાઓની તપાસ માટે ખાનગી ક્ષેત્રની મદદની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button