મહારાષ્ટ્ર

પુણે પોર્શે કાર અકસ્માત: કોર્ટે સગીરનાં માતા-પિતા, અન્ય ચારના જામીન નકાર્યા

પુણે: પુણેના કલ્યાણીનગરમાં બે સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનાર પોર્શે કાર અકસ્માત કેસમાં લોહીના નમૂનાની કથિત અદલાબદલીના સંબંધમાં કોર્ટે ગુરુવારે સગીર ડ્રાઇવરનાં માતા-પિતા તથા અન્ય ચાર જણની જામીન અરજી ફગાવી દીધી હતી.

એડિશનલ સેશન્સ જજ યુ.એમ. મુધોલકરે 17 વર્ષના સગીરનાં માતા-પિતા વિશાલ અને શિવાની અગરવાલ, સસૂન જનરલ હોસ્પિટલના ડો. અજય તાવરે, ડો. શ્રીહરિ હાલનોર તેમ જ વચેટિયાની ભૂમિકા ભજવનારા અશપાક મકંદર અને અમર ગાયકવાડના જામીન નકાર્યા હતા.

આ પણ વાંચો : પુણે પોર્શે કાર અકસ્માત: લોહીના નમૂનાની અદલાબદલી બદલ વધુ બેની ધરપકડ

ઉલ્લેખનીય છે કે 19 મેના મળસકે સગીરે પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે સોફ્ટવેર એન્જિનિયરનાં મોત થયાં હતાં. આ અકસ્માત બાદ સગીરનાં માતા-પિતા તથા અન્યોએ તેના લોહીના નમૂના બદલવાનું કાવતરું ઘડ્યું હતું, જેથી સ્થાપિત થઇ શકે કે સગીર ઘટના સમયે દારૂના નશામાં નહોતો.

ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે જો જામીન આપવામાં આવે તો આરોપીઓ સાક્ષીદારો પર દબાણ કરી શકે છે અને પુરાવા સાથે ચેડાં કરી શકે છે. (પીટીઆઇ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button