ગાંધીનગર

ગુજરાતમાં વધુ એક મહત્ત્વનું બિલ પસારઃ ‘નશાબંધી સુધારા’ વિધેયકને મંજૂરી

ગુજરાત નશાબંધી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર : જાણો શું છે જોગવાઇઓ….

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા સત્રના બીજા દિવસ દરમિયાન આજે વધુ એક મહત્ત્વનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં નશાબંધીના કાયદાનો કડક અમલ કરવાની સાથે નશીલા પર્દાર્થોના ગેરકાયદે વપરાશ અને હેરફેર કરનારા સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજ્યની સરકારે બુધવારે જ વિધાનસભામાં કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો કરે છે સ્કૂલ બંક: સરકારે વિધાનસભામાં આપી આ માહિતી

ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રના બીજા દિવસે ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું હતું. ગુજરાત નશાબંધી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર થઈ ગયું છે. આ વિધેયક કાયદો બન્યા બાદ બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે. સાથે જ વાહનની હરાજી બાદ જો‌ કોઈ વ્યક્તિ નામદાર કોર્ટમાંથી નિર્દોષ સાબિત થશે તો, માલિકને હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત આપવામાં આવશે

વિધેયકને રજૂ કરતાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા અને ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન થાય અને રાષ્ટ્રીય સંપતિ પોલીસ સ્ટેશનમાં પડી પડી ભંગાર ન થાય તે મુખ્ય હેતુ સાથે નશાબંધી અધિનિયમમાં આ સુધારો તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો કરે છે સ્કૂલ બંક: સરકારે વિધાનસભામાં આપી આ માહિતી

આ પ્રકારના વાહનોની હરાજી કરીને તેના નાણાનો ઉપયોગ સમાજ હિત- સરકારી યોજનાઓ પાછળ કરનારુ ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે. રાજ્યમાં કરોડો રૂપિયાના વાહનો ભંગાર થઈ જાય છે તેનું સૌથી વધુ નુકશાન દેશને થઈ રહ્યું છે. આવા ભંગાર થયેલા વાહનોની હરાજી બાદ જો‌ કોઈ વ્યક્તિ નામદાર કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય, તેનું વાહન હરાજીમાં વેચાઈ ગયું હોય તો જે તે માલિકને હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત આપવામાં આવશે.

ગુજરાતનું સરહદીય સ્થાન મહત્વપૂર્ણ:
ગુજરાત એક એવું રાજ્ય છે કે જેની એક બોર્ડરે મધ્યપ્રદેશ, બીજી બાજુ રાજસ્થાન અને ત્રીજી બાજુ મહારાષ્ટ્ર છે. દીવ જેવા કેન્દ્રસાશિત શાસિત પ્રદેશો છે. અને આ બધા રાજ્યોની અંદર નશાબંધીની નીતિ નથી. ગુજરાત નશાબંધીની નીતિને વરેલું છે તેવા સંજોગોમાં આટલી વિશાળ સરહદ સાથે જોડાયેલા અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતની સરહદમાં દારુ ન પ્રવેશે એ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

દારૂમાં પકડાયેલ વાહન નહીં છોડવામાં આવે:
દારૂની હેરફેર વાહન વગર શક્ય નથી. મોટા ભાગના કિસ્સામાં પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય તે દારૂના જથ્થાની કિંમતથી અનેક ગણી વધુ કિંમત તે વાહનની હોય છે. જો આ વાહન છૂટી જાય તો તેનો ફરી વખત ગુનામાં ઉપયોગ થવાની શક્યતા રહેલી હોય છે. દારૂની હેરફેરના કેસોમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા ૨૨,૪૪૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને તે પૈકી આશરે ૭૨૧૩ વાહનો પોલીસ સ્ટેશન ખાતે હજુ પડતર છે. આ પ્રકારની વાહનોની હરાજી કરવાની સત્તા DySP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
ગૃહ મંત્રીએ જણાવ્યું કે, આજની સ્થિતિએ ગુજરાતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનાઓમાં 300 જેટલી લકઝુરીયસ કાર જપ્ત થયેલી પડી છે. આ કાયદામાં સુધારો થવાથી આ કારની હરાજીમાં કરોડોની રકમ પ્રાપ્ત થશે જે હજારો ગરીબ પરિવારો પાછળ ઉપયોગમાં લેવાશે.
લાંબા સમય બાદ કોર્ટના આખરી ચુકાદા બાદ વાહન પરત કરવાનો હુકમ થયા બાદ વાહનની હાલત ખુબ જ બિસ્માર થઇ ગઇ હોવાથી માલિક વાહન છોડાવવા આવતા નથી. આથી લાંબા સમય સુધી પડી રહેવાથી વાહનની કિંમત પણ ઘટે છે અને સાથે જ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જપ્ત કરેલા વાહનોનો ભરાવો થતો રહે છે.

20 લિટરથી વધુના દારૂ માટે કાયદો:
આ કાયદો ૨૦ લીટરથી વધારે દારુ પકડાય તેવા વાહનો માટે છે. નાના માણસોને કોઈપણ જાતનું કોઈ નુકશાન કે હેરાનગતિ ન થાય તે બાબતે સરકાર સંવેદનશીલ છે. દારૂના મોટા પાયે વેપાર કરતા બુટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોને અપાતા યોજનાકિય લાભોમાં કરવા આ બિલ લાવવામાં આવ્યુ છે. હાલ રાજયમાં ગૌવંશના હેરફેરના કાયદા માટે વાહનોની હરાજી કરવાની જોગવાઈ છે. તેમાં વાહનોની હરાજી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા છે. આ માર્ગદર્શિકા અને અન્ય મુદ્દાઓ ધ્યાને લઈને આના માટે નવા નિયમો બનાવવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો