વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત: બે પશુઓના મોત
વલસાડ: રાજ્યમાં ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માત નડયો છે. ગત મોડી રાત્રે વલસાડ જિલ્લામાં પશુઓ ટ્રેક પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો. વાપી નજીકના ઉદવાડા-બલિઠા સ્ટેશન નજીક બે પશુઓ અચાનક નજીક આવી જતાં અડફેટે આવતા બંનેના મોત થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના વાપી નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડયો હતો. મુંબઈ તરફથી અમદાવાદ તરફ ટ્રેન જઈ રહી તે દરમિયાન પશુઓ રેલવે ટ્રેક પર આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને પશુના મોત નિપજ્યાં છે.
અકસ્માત સર્જાતાં ટ્રેનને થોડી વાર રોકવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી છે. અકસ્માતની વિગતો મળતાની સાથે જ રેલવે વિભાગની ટીમ ઘટનસ્થળ પર દોડી આવી હતી. ટીમે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે. રેલવે ટ્રેકની બંને બાજુ સિક્યુરીટી વોલનો અભાવ હોવાના કારણે રેલવે ટ્રેક પર પશુઓ પહોંચી જતાં હોય અકસ્માત સર્જાતાં હોય છે.