સ્પોર્ટસ

હિટમૅન રોહિતે વર્લ્ડ કપની જીતનો શ્રેય કોહલી-બુમરાહને નહીં, આ ત્રણ દિગ્ગજોને આપ્યો!

મુંબઈ: ભારતે 29મી જૂને બાર્બેડોઝમાં સાઉથ આફ્રિકાને ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને 13 વર્ષે ફરી એકવાર આઇસીસી ટ્રોફી જીતી લીધી અને એ સાથે રોહિત શર્મા ભારતને વિશ્ર્વ કપની ટ્રોફી અપાવનાર કપિલ દેવ (1983) અને એમએસ ધોની (2007, 2011) પછીનો ત્રીજો ભારતીય કૅપ્ટન બન્યો હતો.

એ ઐતિહાસિક જીતમાં ટીમના ઘણા ખેલાડીઓનું નાનું-મોટું યોગદાન હતું, પરંતુ રોહિતે એ સફળતા માટે ટીમના કોઈ ખેલાડીને નહીં, પણ ત્રણ દિગ્ગજોને શ્રેય આપ્યો છે.

રોહિતે બુધવારે રાત્રે સીએટ ક્રિકેટ રેટિંગ અવૉર્ડ્સની નાઇટમાં ટી-20 વર્લ્ડ કપની જીત માટે વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા કે અન્ય કોઈ પ્લેયરને નહીં, બલ્કે એવા ત્રણ નામ આપ્યા જેનાથી ઘણાને નવાઈ લાગવાની સાથે મનોમન રોહિતના વિચાર સાથે તેઓ સંમત પણ થયા હશે.

આ પણ વાંચો: મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાંથી હટાવાયો, હવે રમાશે…

રોહિતે વકતવ્યમાં જણાવ્યું કે ‘ટીમના ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવવા માટે મને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, હેડ-કોચ રાહુલ દ્રવિડ તેમ જ ચીફ સિલેક્ટર અજિત આગરકરનો પૂરો સપોર્ટ મળ્યો હતો.’

ઉલ્લેખનીય છે કે જય શાહ અને રોહિત શર્મા તાજેતરમાં જ ટ્રોફી લઈને સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા હતા.

ટી-20 વર્લ્ડ કપ પછી રોહિતે તેમ જ વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

આ પણ વાંચો: શૉકિંગ ન્યૂઝ: અમેરિકામાં આઇસીસી ટી-20 વર્લ્ડ કપ રાખવાનું પરિણામ એ આવ્યું કે…

સીએટનો કયો અવૉર્ડ કોને અપાયો?

ટેસ્ટ બૅટર ઑફ ધ યર: યશસ્વી જયસ્વાલ

ટેસ્ટ બોલર ઑફ ધ યર: આર. અશ્ર્વિન

વન-ડે બૅટર ઑફ ધ યર: વિરાટ કોહલી

વન-ડે બોલર ઑફ ધ યર: મોહમ્મદ શમી

ટી-20 બૅટર ઑફ ધ યર: ફિલ સૉલ્ટ

ટી-20 બોલર ઑફ ધ યર: ટિમ સાઉધી

ટી-20 લીડરશિપ અવૉર્ડ: શ્રેયસ ઐયર (કેકેઆર)

લાઇફટાઇમ અચિવમેન્ટ અવૉર્ડ: રાહુલ દ્રવિડ

ખેલકૂદના વહીવટમાં શ્રેષ્ઠતા બદલ પુરસ્કાર: જય શાહ

આંતરરાષ્ટ્રીય મહિલા ટી-20માં કૅપ્ટન તરીકે સૌથી વધુ મૅચો: હરમનપ્રીત કૌર

વિમેન્સ ઇન્ડિયન બોલર ઑફ ધ યર: દીપ્તિ શર્મા

ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરિયન ઇન વિમેન્સ ટેસ્ટ: શેફાલી વર્મા

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો