શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ બાબતે પીએમ મોદીને પાછળ છોડ્યા, જાણો કોણ છે નં.1…
મુંબઈ: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ (Stree 2) બોક્સ ઓફીસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. 15 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ વૈશ્વિક સ્તરે ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શનમાં ₹300 કરોડના આંકની નજીક પહોંચી ગઈ છે. આ ફિલ્મની સફળતા સાથે શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor)ની ચાહનામાં પણ વધારો થયો છે, ફિલ્મ રિલીઝ થયા બાદથી શ્રદ્ધાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ(Instagram follower)માં ઝડપથી વધારો થઇ રહ્યો છે, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતમાં શ્રદ્ધાએ વડા પ્રધાન મોદી(PM Modi)ને પણ પાછળ છોડી દીધા છે.
ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા કપૂરના 91.4 મિલિયન ફોલોઅર્સ છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા કરતા વધુ છે, ઇન્સ્ટાગ્રામ પર વડા પ્રધાનના 91.3 મિલિયન ફોલોઅર્સ છે. ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપરા પછી શ્રદ્ધા કપૂર હવે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરવતી ભારતીય સેલિબ્રીટી બની ગઈ છે.
વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપરા અનુક્રમે 271 મિલિયન અને 91.8 મિલિયન ફોલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય સેલિબ્રિટી છે. આલિયા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પર 85.1 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે દીપિકા પાદુકોણના 79.8 મિલિયન ફોલોઅર્સ છે.
જોકે વડા પ્રધાન મોદી X પર 101.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતીય છે. X પર વડા પ્રધાન મોદી યુએસ પ્રમુખ જો બાઈડેન, દુબઈના શાસક શેખ મોહમ્મદ અને પોપ ફ્રાન્સિસ જેવા વિશ્વના અન્ય નેતાઓ કરતા ઘણા આગળ છે.
વડાપ્રધાન કાર્યાલય (PMO)ના X એકાઉન્ટના 56 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ભારતીય રાજકારણીઓમાં, કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીના 26.7 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના X પર 27.6 મિલિયન ફોલોઅર્સ છે.
સ્ત્રી-2 2018માં રિલીઝ થયેલી સ્ત્રી ફિલ્મની સિક્વલ છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટ્રી 2 સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી.