અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં મેઘરાજાનું દે ધ…ના..ધન…ઃ સખત બફારાથી થોડી રાહત મળશે

અમદાવાદઃ છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદમાં સખત બફારો અને ગરમીનો અનુભવ થતો હતો અને શહેરીજનો માટે સામાન્ય જીવન અઘરું બની ગયું હતું ત્યારે આજે અમદાવાદમાં મેઘરાજાએ અચાનક પધરામણી કરતા અને વરસાદી માહોલ બંધાતા થોડી રાહતની આશા શહેરીજનોમાં જાગી છે.

શહેરમાં અચાનક વતાવારણ વાદળછાયું બન્યું હતું અને અડધો કલાકમાં ગાજવીજ સાથે અડધો ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.

શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે, તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. શહેરના ગીતામંદિર, કાંકરિયા મણિનગર, જમાલપુર, એસટી, ખાડીયા, પાલડી, વાસણા, વેજલપુર, એલિસબ્રિજ, લો ગાર્ડન, ખમાસા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સતત 30 મિનિટથી શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ પર વરસાદી પાણી વહેવાનું શરૂ થઈ ગયું છે.
બપોરે 12:00 વાગ્યા સુધીમાં જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, શિવરંજની પાલડી, એલિસબ્રિજ, જમાલપુર, વાડજ, નવા વાડજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં અડધા ઈંચ આસપાસ વરસાદ પડ્યો છે. જોકે પાણી ભરાઈ જતા વાહનચાલકો હેરાન થઈ ગયા હતા.

રાજ્યભરમાં 24મી અને 25મી ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ બની છે. તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે 24મી અને 25મી ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના તમામ ભાગમાં ભારે વરસાદ થશે. તથા 25મી ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button