આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્રસ્પોર્ટસ

રોહિતને જોતા જ શ્રેયસ ઐય્યર ઉભો થઇ ગયો; પછી રોહિતે જે કર્યું એનાથી ચાહકોના દિલ જીતી લીધા…

મુંબઈ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) તેમના ઉદાર અને સાદગીભર્ય વ્યવહાર માટે જાણીતા છે, ટીમના યુવા ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપવા બદલ તેમની પ્રસંશા કરવામાં આવે છે, તેઓ યુવા પોતાના કરતા આગળ રાખવામાં માને છે અને પોતે લાઈમલાઈટથી દુર રહે છે. ગઈ કાલે બુધવારે રાત્રે વધુ એક વાર આ વાતનો પુરાવો આપ્યો હતો. એક એવોર્ડ ફંક્શન દરમિયાન રોહિતે ફરી ચાહકોના દીલ જીતી લીધા હતા. સોશિયલ મીડિયા પર રોહિતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો CEAT એવોર્ડ્સ ફંક્શન (CEAT Awards) દરમિયાનનો છે. શ્રેયસ અય્યર (Shreyas Iyer) આગળની હરોળમાં બેઠો હતો, રોહિત શર્મા તેની પત્ની રિતિકા સાથે ત્યાં પહોંચ્યો. શ્રેયશ રોહિતને જોઇને તરત જ ખુરશી પરથી ઊભો થઇ ગયો. શ્રેયસે રોહિતને આગળની હરોળની ખુરશી પર બેસવા કહ્યું, પણ રોહિત ના માન્યો અને પાછળની હરોળની ખુરશી પર બેસી ગયો, જયારે તેણે શ્રેયસને આગળ બેસવા અનુરોધ કર્યો.

બંને ખેલાડીએ પરસ્પર દાખવેલા આદરનો વિડીયો ચાહકોને પસંદ પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે શ્રેયસ અય્યરના વખાણ કરતાં લખ્યું કે કે યુવા ખેલાડી હવે સિનિયરોનું સન્માન કરવાનું જાણે છે. કેટલાક ચાહકોએ કહ્યું કે રોહિત હંમેશા યુવાનોને પોતાના કરતા આગળ રાખે છે.

રોહિત શર્માને ‘મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો હતો, એવોર્ડ સ્વીકારતી વખતે રોહિતે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય ટીમ માટે સારું વાતાવરણ ઊભું કરવાનો છે. રોહિતે કહ્યું, ‘મારું સપનું પરિણામ અને આંકડાની ચિંતા કર્યા વિના આ ટીમને બદલવાનું હતું. હું ટીમમાં એવું વાતાવરણ ઊભું કરવા ઈચ્છતો હતો જ્યાં ખેલાડીઓ કોઈ પણ બાબતની ચિંતા કર્યા વિના મેદાન પર મુક્તપણે રમી શકે. આ માટે મને સપોર્ટની જરૂર હતી. મને આ સમર્થન મારા ત્રણ સ્તંભોથી મળ્યું છે, જે જય શાહ, રાહુલ દ્રવિડ અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર છે.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ‘લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે વિરાટ કોહલીને ‘મેન્સ ઓડીઆઈ બેટર ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો હતો.

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો