વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા કિચનમાં કેટલીક વસ્તુઓને ક્યારેય ખતમ ના થવા દેવી જોઇએ.

તેનાથી ઘરમાં નકારાત્મક્તા, ફેલાઇ શકે છે. આવો આપણે જાણીએ

એમ કહે છે કે કિચનમાં તેલ (ખાસ કરીને સરસવનું તેલ) ખતમ થાય તે પહેલા નવું લઇ આવવું જોઇએ. 

સરસવનું તેલ શનિદેવને ચઢે છે અને તેમને કોપાયમાન કરવા પરવડે નહીં

કિચનમાં હળદર ભરેલી જ રાખજો, નહીં તો ગુરુદોષ અને  શુભકાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

કિચનમાં મીઠું પણ ભરેલુ રાખવું. તેની ગેરહાજરી ઘરમાં નકારાત્મક્તા અને વાસ્તુદોષ આવે છે. માતા લક્ષ્મી નારાજ થાય છે.

કઠોળ અન્નપૂર્ણા માતાનું પ્રતિક છે. તેથી કઠોળ પણ ખતમ થાય તો તરત નવા ભરી લેવા, નહીં તો ઘરમાં અશાંતિ થઇ શકે છે

 ઘરમાં લોટને પણ ક્યારેય ખતમ ના થવા દેવો જોઇએ. 

લોટ ખલાસ થાય તો લક્ષ્મી દેવી નારાજ થઇ જતી રહે છે. સમાજમાં તમારી માનહાનિ થઇ શકે  છે