મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

એવું તે શું કર્યું હેમા માલિનીએ કે લોકો તેમના પર પ્રશંસાની વર્ષા કરી રહ્યા છે! જુઓ વીડિયો…

બોલિવૂડની પીઢ અભિનેત્રી અને મથુરાના ભાજપના સાંસદ હેમા માલિની એક જમાનામાં ડ્રીમ ગર્લ ગણાતા હતા. હેમા માલિની ઘણીવાર જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. ઘણી વખત પાપારાઝી હેમાની ઝલક શેર કરતા રહે છે, હાલમાં જ તેમને મુંબઇમાં ઇસ્કોન મંદિર ખાતે જોવામાં આવ્યા હતા. તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઇ આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અભિનેત્રીની સાથે ગઝલ ગાયક અનુપ જલોટા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા પણ હતા. આ ઇવેન્ટનો હેમા માલિનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો હેમા માલિનીના બે મોઢે વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે તેમના ખુબસૂરતીની જેમ તેમનું દિલ પણ ઘણું સુંદર છે.

જે વીડિયો વાયરલ થયો છએ તેમાં જોવા મળે છે કે હેમા માલિની ચેર પર બેઠા છે. તેમની બાજુમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયા છે. દરમિયાન કોઇ પંડિતજીને મળવા આવે છે ત્યારે તેઓ ઊભા થવા જાય છે અને એ સમયે ઠોકર ખાય છે. એ સમયે બાજુમાં રહેલા હેમા માલિનીજી તેમને તરત સંભાળી લે છે અને તેમને ટેકો આપે છે. એવામાં અનુપ જલોટા આવે છે અને હરિપ્રસાદ ચૌરસિયાના ચરણ સ્પર્શ કરે છે. ત્યાં સુધીમાં પંડિતજીએ સંતુલન સાચવી લેતા હેમા તેમનો હાથ છોડે છે પણ તેઓ ફરીથી ડગમગી જાય છે અને હેમા તેમને સંભાળી લે છે અને તેમનો હાથ પકડીને સપોર્ટ કરે છે.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો હેમા માલિનીની પ્રશંસા કરતા થાકતા નથી. તેમના દિલમાં લોકો માટે કરૂણા, દયા, માયાનો ભાવ છે. આટલા ખ્યાતનામ હોવા છતાં પણ તેમનામાં ઘમંડ જોવા મળતો નથી. તેઓ વડીલોનું સન્માન કરવાનું જાણે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હેમાજીએ બોલિવૂડને ટાટા-બાય બાય કરી દીધું છે. તેઓ રાજકારણમાં જોડાયા છે. બે ટર્મથી તો તેઓ મથુરાના સાંસદ પણ રહી ચૂક્યા છે. ડ્રીમ ગર્લ, શોલે, સીતા ઔર ગીતા, ક્રાંતિ, બાગબાન જેવી ફિલ્મોમાં તેમના અભિનયને લોકો આજે પણ યાદ કરે છે. 75 વર્ષની ઉંમરે પણ તેઓ ભલભલા યુવાનોને માત આપે એવા ફિટ છે. આજે પણ તેમની સુંદરતા, સ્ટાઇલ, ફિટનેસની ચર્ચા થાય છે.


Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો