આપણું ગુજરાતગાંધીનગર

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં બે વર્ષમાં આટલા આવાસ બાંધવામાં આવ્યા

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના (Pradhanmantri Awas Yojana)હેઠળ આવાસ બાંધવા પર ગુજરાત સરકાર(Gujarat) પુરતું ધ્યાન આપી રહી છે, રાજ્યમાં આ યોજનાના અમલની સ્થિતિ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં 55,575 આવાસો આ યોજના હેઠળ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેની પાછળ રૂ. 1952 કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.

રાજ્ય સરકારે લાભાર્થીઓને લોન પર વ્યાજ સહાય:
ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકી મુદતના ચોમાસા સત્રના પ્રથમ દિવસે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોવી જોઈએ જેમાં શહેરી વિસ્તારમાં આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.1.5 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બે લાખ મળી કુલ રૂ.3.50 લાખની સહાય ત્રણ તબક્કામાં લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે. રાજ્યમાં 9.78 લાખ જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા છે જે પૈકી 8.63 લાખ આવાસો પૂર્ણ કર્યા છે. જેમાં ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6.13 લાખ કરતાં વધુ લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ આપ્યો છે.

બી.એલ.સી હેઠળ 1,56,978 આવાસો મંજૂર કર્યા:
તેમણે ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં અત્યાર સુધી બી.એલ.સી ઘટક હેઠળ 1,56,978 આવાસો મંજૂર કર્યા છે. તે પૈકી 1,20,594 આવાસો પૂર્ણ થયા છે અને 36,384 આવાસો પ્રગતિ હેઠળ છે. આ માટે કેન્દ્ર સરકારના રૂ. 1938 કરોડ અને રાજ્ય સરકારના 2656 કરોડ મળી કુલ રૂ. 4595 કરોડની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ આવનાર 5 વર્ષમાં સમગ્ર દેશમાં નવા ત્રણ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મળવાપાત્ર મહત્તમ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો