અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ દિલ્હી બનવા તરફ! વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે, આટલો AQI નોંધાયો

અમદાવાદઃ Ahmedabad વિકસિત થઇ રહ્યું છે, શહેરના વિસ્તાર અને વસ્તીમાં સતત મોટો વધારો થઇ રહ્યો છે, સાથે સાથે શહેરમાં Air Pollution પણ સતત વધી રહ્યું છે. ત્યારે બુધવારે અમદાવાદની અને ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વાયુ પદૂષણનું સ્તર ભયાનક સ્તરે વધી ગયું હતું. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) પ્રમાણે સવારે નવ કલાકે અમદાવાદમાં AQI 55 હતી તે સાંજે 6 વાગ્યા સુધીમાં AQI વધીને 126 અને રાત્રીના 9 વાગતા સુધીમાં AQI વધુ ખરાબ થઇને 163 થઇ ગયું હતું. આ હિસાબે બુધવારે સાંજે અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદુષિત શહેર બન્યું હતું.

ગ્યાસપુર વિસ્તારમાં AQI સૌથી વધુ:
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન કરતા શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત જોવા મળી હતી. આ અંગે AMCના ફાયર વિભાગે એક યાદીમાં જણાવ્યુ મુજબ સરખેજ સાબર હોટલ પાસે, YMCA ક્લબ પાછળ અને સનાથલ બ્રિજ નીચે કચરો સળગાવવામાં આવ્યો હતો તેના કારણે ધુમાડો થયો અને તે હવામાં ભળતા આ વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું હતું.

અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં AQI 326 નોંધાયો હતો. તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે 220, સોની ચાલી વિસ્તારમાં હવાની ક્વોલિટી 210 અને બોડકદેવ, રામદેવનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સરેરાશ 150-200 સુધી AQI નોંધાયું હતું.

માસ્ક અને ચશ્માં પહેરવાની સલાહ:
અમદાવાદમાં હવાનું સ્તર જોખમી સ્થિતિમાં હોય ત્યારે જો તકેદારી રાખવામાં ન આવે તો સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. ડોક્ટર્સના ડોક્ટરોના જણાવ્યા મુજબ હવામાં પ્રદૂષણનું સ્તર વધારે હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ્, આંખોમાં બળતરા, માથું દુખવું જેવી પરેશાનીઓ આવી શકે છે. આ સ્થિતિમાં વાહન ચલાવતી વખતે અને મુસાફરી કરતા હોય ત્યારે માસ્ક અને ચશ્માં પહેરવા જોઈએ. આ ઉપરાંત શક્ય હોય તો ઘરમાં જ રહેવું અને ઘરના દરવાજા તેમજ બારીઓ બંધ રાખવા, બાળકોને ઘરમાં રાખવા જોઈએ.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button