નેશનલ

એમપીમાં ધાર્મિક ટિપ્પણી મુદ્દે ધમાલ, ભીડે કરેલા હુમલામાં ત્રણ પોલીસ 3 ઘવાયા

છત્તરપુર: મધ્ય પ્રદેશના છત્તરપુરમાં મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલી વિવાદીત ટિપ્પણીને લઇને હોબાળો મચી ગયો હતો. એફઆઇઆર કરાવવા આવેલા મુસ્લિમ સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન પર કરેલા પથ્થરમારામાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત ત્રણ પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.

ટોળાએ અનેક ગાડીઓમાં તોડફોડ કરી હતી. મુંબઇમાં હજરત મોહમ્મદ પયગંબર સાહેબ પર કોઇ યુવક દ્ધારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને એફઆઆર કરાવવા મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ પ્રદર્શન કરવા લાગ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ઘૂસેલા લોકોને પોલીસે બહાર કરતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો.

આ ઘટના બાદ કોટવાઈ પોલીસ સ્ટેશનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગના ઘણા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના એક યુવકે મોહમ્મદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ વિવાદાસ્પદ નિવેદનથી નારાજ મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ ઘટનામાં ટીઆઇ અરવિંદ કુજુરના માથા અને હાથ પર ઇજા પહોંચી હતી. તે સિવાય કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર કુમાર પ્રજાપતિના માથા અને એસએએફ જવાન રાજેન્દ્ર ચઢારના માથામાં પથ્થર વાગ્યો હતો. ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button