ટ્રાવેલ કેપ્સુલ વૉર્ડરોબ એટલે?
ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર
ટ્રાવેલ કેપ્સુલ વૉર્ડરોબ એટલે ઓછાં કપડામાં તમે કઈ રીતે અલગ અલગ રીતે સ્ટાઇલિંગ કરી શકો. ટ્રાવેલ કરતી વખતે વધારે કપડાં લઇ જવા જરૂરી નથી.તમારી આગવી સૂઝ અને સ્માર્ટનેસ વાપરી મિનિમાલિસ્ટિક કલોથિંગ અને એકસેસરી સાથે તમે હોલીડે એન્જોય કરી શકો. ચાલો લિસ્ટ ડાઉન કરીએ.
સૌ પ્રથમ લિસ્ટ બનાવવું કે કેટલા દિવસ હોલીડે પર જવાનું છે.અને કઈ જગ્યાએ જવાનું છે તે પ્રમાણે ગાર્મેન્ટનું સિલેક્શન અને કેટલા ગારમેન્ટ લેવા તે નક્કી કરી શકાય.જેમકે જો તમે ૩ દિવસ અને ૨ નાઈટ માટે જઈ રહ્યા હોવ તો ૨ ટી-શર્ટ,૧ ડેનિમ,૧ ડ્રેસ અને ૧ ફૂટવેર લેવા જોઈએ.ઘણી મહિલાઓ હેવી ટ્રાવેલ કરે છે એટલે કે, જરૂરિયાત કરતા વધારે ગારમેન્ટ કે વસ્તુઓ લઈ જવી તેને હેવી ટ્રાવેલ કહેવાય. કેપ્સુલ વૉર્ડરોબ ટ્રાવેલ માટે જરૂરિયાતની અમુક વસ્તુઓ જેને તમેં એક કરતા વધારે લુક તમારી ફેશન મુજબ ક્રિએટ કરી શકો.જેમકે, ડેનિમ, ડેનિમ શોર્ટ્સ, ડાર્ક ટી-શર્ટ, ટેન્ગ ટોપ,બ્લેક ડ્રેસ, જેકેટ, કેપ ટોપ વગેરે સાથે તમે અલગ અલગ લુક ક્રિએટ કરી શકો.
ડેનિમ એ એક વર્સેટાઈલ ગારમેન્ટ છે.ડેનિમ સાથે તમે કોઈ પણ કલરનું ટી-શર્ટ મિક્સ એન્ડ મેચ કરી શકો.જેમકે ડેનિમ સાથે તમે ડાર્ક બ્લુ કલરનું ટી-શર્ટ પહેર્યું હોય તો બીજા દિવસે તમે ડેનિમ સાથે ટેન્ગ ટોપ પહેરી તેની પર એન્કલ લેન્થનું કેપ ટોપ કે બટન ડાઉન શર્ટ પહેરી શકો.ડેનિમ એક જ છે પરંતુ ટોપ બદલીને તમે અલગ અલગ સ્ટાઇલિંગ કરી શકો.બ્લેક ડ્રેસ તમારા ઘણા પર્પઝ સોલ્વ કરી શકે. બ્લેક ડ્રેસ શોર્ટ કે લોન્ગ રાખવો તે તમારી પર્સનલ ચોઈસ છે અને એ તમારી હાઈટ પર પણ આધાર રાખે છે.એક વખત લોન્ગ ડ્રેસ જેમ છે તેમ જ પેહરી શકાય અને બીજી વખત લોન્ગ ડ્રેસ સાથે શોલ અથવા સ્કાર્ફ રાખી એક અલગ લુક આપી શકાય.જો બ્લેક ડ્રેસ શોર્ટ હોય તો બ્લેક ડ્રેસ સાથે થ્રી ફોર્થ લેન્થનું લેગિંગ્સ અને તેની પર ડેનિમ જેકેટ પહેરી શકાય.ડેનિમ જેકેટ એક વખત બ્લેક ડ્રેસ સાથે તો બીજી વખતની લેન્થના સ્કર્ટ સાથે ટેન્ગ ટોપ પહેરી તેની સાથે મિકસ એન્ડ મેચ કરી શકાય. કંઈક અલગ જ લુક આપવો હોય તો ડેનિમ સાથે જેકેટ અથવા પ્રિન્ટેડ કેપ ટોપ પહેરી શકાય.કેપ ટોપ એ એવું ગારમેન્ટ છે કે તમે કેપ ટોપને ડેનિમ સાથે,શોર્ટ્સ સાથે કે પ્લાઝો સાથે પણ પહેરી શકો.કેપ ટોપ હંમેશાં ડાર્ક કલર કોમ્બિનેશનમાં હોવું જોઈએ જેથી તે કોઈ પણ ગારમેન્ટ સાથે મિક્સ એન્ડ મેચ કરવામાં સહેલું પડે.જો કેપ ટોપ થ્રી ફોર્થ લેન્થનું કે ની લેન્થનું હોય તો તેને તમે વન પીસ ડ્રેસ તરીકે પણ પહેરી શકો.જો લુઝ લાગતું હોય તો બેલ્ટ પણ પહેરી શકાય. અને નીચે પગમાં બૂટ્સ પેહરી લેવા. એક્સેસરીઝમાં કેપ, બીડ્સ, સ્કાર્ફ, બેગ, શૂઝ એ તમે તમારી હોલીડેના જગ્યાને આધારે અને તમારા કપડાને આધારે કરી શકો.શો કેપ્સુલ વૉર્ડરોબમાં ઓછા કપડાં હોવાને કારણે તમે ઝડપથી ડિસિઝન લઇ શકો છો. બેગ વધારે ભારે નથી થઇ જતી અને શોપિંગ કરો તો તમારી જ બેગમાં શોપિંગનો સમાન મૂકી શકો.