આમચી મુંબઈ

શરદ પવારને ઝેડ-પ્લસ સુરક્ષા, ગુપ્તચર એજન્સીઓની ચેતવણી બાદ કેન્દ્રનો નિર્ણય

મુંબઈ: એનસીપી (શરદ ચંદ્ર પવાર)ની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારને હવે કેન્દ્ર તરફથી ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુપ્તચર એજન્સીઓના અલર્ટ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ અને ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વધારાની સુરક્ષાનું સૂચન કર્યું હતું, જેને શરદ પવારે સ્વીકારી લીધું છે.

કેન્દ્ર સરકારે બુધવારે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વડા શરદ પવારને સર્વોચ્ચ કેટેગરીના સશસ્ત્ર વીઆઈપી સુરક્ષા કવચ ઝેડ-પ્લસ પૂરું પાડ્યું હતું, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ને મહારાષ્ટ્રના 83 વર્ષના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષા વધારવા માટે કહ્યું છે. આ કામ માટે 55 સશસ્ત્ર સીઆરપીએફના જવાનોની ટીમ નિયુક્ત કરવામાં આવી છે.

કેટલાક સીઆરપીએફ અધિકારીઓએ એનસીપીના પ્રદેશ કાર્યાલયમાં શરદ પવાર સાથે ચર્ચા કરી હતી. આ અવસરે સીઆરપીએફ અધિકારીઓએ સુરક્ષાની સમીક્ષા કરી અને શરદ પવાર સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને શરદ પવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેથી શરદ પવારને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે શરદ પવારે આ સુરક્ષા સ્વીકારી લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button