ગૌતમ ગંભીરે ‘ઑલ ટાઇમ વર્લ્ડ ઇલેવન’માં આ દિગ્ગજને સામેલ ન કરીને ક્રિકેટજગતને ચોંકાવી દીધું!
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર અને ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીર 14 વર્ષની શાનદાર કરીઅર દરમ્યાન પોતે જે હરીફ દેશોના ખેલાડીઓ સામે રમ્યો હતો કે જે પ્લેયર્સનો સામનો કર્યો હતો તેમનામાંથી પોતાની પસંદગીના શ્રેષ્ઠ 11 ખેલાડીની યાદી બનાવીને જાહેર કરી છે.
ગંભીરે પોતાની ‘ઑલ ટાઇમ વર્લ્ડ ઇલેવન’માં ઑસ્ટ્રેલિયાના ત્રણ ઉપરાંત પાકિસ્તાનના પણ ત્રણ પ્લેયરનો સમાવેશ કર્યો છે. મુખ્ય સ્પિનર તરીકે મુથૈયા મુરલીધરનના સામેલ કર્યો છે. જોકે ઑસ્ટ્રેલિયાના મહાન લેગ-સ્પિનર અને ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સમાં બીજા નંબરના શેન વૉર્ન (708 વિકેટ)ની ગંભીરે બાદબાકી કરી છે.
આ પણ વાંચો: રિષભ પંતે બોલિંગ કરી સૌને ચોંકાવ્યા, ગૌતમ ગંભીરની નવી રણનીતિનો ભાગ? ચાહકોમાં ચર્ચા
ગંભીરે ઓપનર તરીકે મૅથ્યૂ હેડન અને ઍડમ ગિલક્રિસ્ટને સામેલ કર્યા છે. વનડાઉન બૅટર તરીકે તેણે એ. બી. ડિવિલિયર્સને પસંદ કર્યો છે. બ્રાયન લારાને ગંભીરે ચોથા નંબરના બૅટર તરીકે સ્થાન આપ્યું છે.
ગંભીરે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલને ઇલેવનમાં સમાવ્યો છે. યોગાનુયોગ, ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચ તરીકે ગંભીરે તાજેતરમાં જ મૉર્ની મૉર્કલ મેળવ્યો છે
ગૌતમ ગંભીરની ઑલ ટાઇમ વર્લ્ડ ઇલેવન:
ઍડમ ગિલક્રિસ્ટ (ઑસ્ટ્રેલિયા), મૅથ્યૂ હેડન (ઑસ્ટ્રેલિયા), એ.બી. ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા), બ્રાયન લારા (વેસ્ટ ઇન્ડિઝ), ઍન્ડ્રયુ સાયમન્ડ્સ (ઑસ્ટ્રેલિયા), ઇન્ઝમામ-ઉલ-હક (પાકિસ્તાન), અબ્દુલ રઝાક (પાકિસ્તાન), મુથૈયા મુરલીધરન (શ્રીલંકા), શોએબ અખ્તર (પાકિસ્તાન), મૉર્ની મૉર્કલ (સાઉથ આફ્રિકા) અને ઍન્ડ્રયુ ફ્લિન્ટૉફ (ઇંગ્લૅન્ડ).