અઢી તોલા સોનાની ચેન પહોંચી ગઈ ભેંસના પેટમાં અને પછી જે થયું એ…
વાશીમઃ વાશીમના સારસી ગામમાં એક ખેડૂતની ભેંસ અઢી તોલાની સોનાની ચેન ખાઈ ગઈ હતી અને આ સોનાની ચેનની કિંમત બે લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે, પણ આગળ જે થયું એક ફિલ્મી સ્ટોરીથી બિલકુલ કમ નથી. આવો જાણીએ આખી ઘટના વિશે વિસ્તારથી.
વાશીમ જિલ્લાના સરસી ખાતે રહેલાં રામહરી ભોઈરની ભેંસે આ અઢી તોળાની ચેન ગળી ગઈ હતી. રામહરીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સોયાબિનની શિંગનું શાક બનાવીને ઘરની મહિલાઓએ નીકળેલો કચરો ભેંસને ચારા તરીકે ખવડાવવા થાળીમાં કાઢ્યો હતો. દરમિયાન રાતે ઉંઘતી વખતે ગળામાં રહેલી અઢી તોલાની સોનાની ચેન પણ અજાણતામાં એ જ થાળીમાં રહી ગઈ હતી.
બીજા દિવસે સોનાની ચેન ન દેખાતા ગીતાબાઈ ભોઈર ગભરાઈ ગયા અને તેમણે પતિ રામહરીને આ બાબતની જાણ કરી હતી. આ ચેન ભેંસને નાખેલા ચારામાં તો નથી જતી રહીને એવી શંકા તેમને આવી હતી. રામહરિ અને ગીતાબાઈ આ ભેંસને જાનવરની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ડોક્ટરે મેટલ ડિટેક્શનની મદદથી ભેંસના પેટમાં રહેલી સોનાની ચેન શોધી કાઢી હતી.
એક દિવસ રાહ જોયા બાદ આખરે બીજા દિવસે ભેંસની સોનોગ્રાફી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ભેંસનું ઓપરેશન કરીને તેના પેટમાં રહેલી બે તોલાની સોનાની ચેન બહાર કાઢવામાં આવી હતી. આ સોનાની માળાના કિંમત આશરે બે-અઢી લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઓપરેશન બાદ ભેંસની તબિયત સારી હોઈ તે ચારો ખાઈ રહી છે. દરમિયાન આ ઘટનાને પગલે ડોક્ટરોએ પશુઓને ચારો નાખતી વખતે વિશેષ કાળજી રાખવાની ભલામણ કરી હતી.