મનોરંજન

10 વર્ષ પણ કંઈ નથી બદલાયું, આ ફેમસ બોલીવૂડ એક્ટ્રેસને સતાવી ચિંતા, વીડિયો શેર કરીને…

બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અને બંગાળી બ્યુટી વિદ્યા બાલન (Vidhya Balan) પોતાની ફિલ્મોથી જો દર્શકોનું મનોરંજન કરે જ છે, પણ આ સાથે સાથે જ સોશિયલ મીડિયા પર પણ અલગ અલગ રિલ્સ વગેરે પોસ્ટ કરીને તે દર્શકોનું મનોરંજન કરતી જોવા મળે છે. હાલમાં જ વિદ્યા બાલને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિદ્યા બાલને પોતાની ચિંતા વ્યક્ત કરી છે, આવો જોઈએ શું છે આ વીડિયોમાં અને વિદ્યાને શેની ચિંતા સતાવી રહી છે-

વિદ્યા બાલને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો જેમાં તે ફની રિલ ક્રિયેટ કરતી જોવા મળી રહી છે. આ રીલમાં તે બાળપણની સ્ટોરી કાગળો તરસ્યો રહી ગયો અને કાચબો ધીરે ધીરે હજી પણ ચાલી રહ્યો છે પર એક્ટ કરી રહી છે. આ વીડિયોમાં વિદ્યાએ જણાવ્યું હતું કે 10 વર્શ બાદ પણ કંઈક બદલાયું નથી. મેં આજે પણ જ્યારે પુસ્તક ખોલીને જોયું તો કાગડો તરસ્યો છ અને કાચબો ધીરે ધીરે જ ચાલી રહ્યો છે. તરસ્યો કાગડો વાર્તા તો આપણે બધાએ જ સાંભળી હશે અને કાચબા અને સસલાની વાર્તા પણ આપણે સાંભળી જ હશે.


ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ ફની વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. 64,000થી વધુ લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું કે છે વિદ્યા ફિલ્મો પરથી રીલ્સ કેમ બનાવવા લાગી? તો બીજા એક યુઝરે લખ્યું છે મેમ તમારી રીલ્સ ખૂબ જ ફની હોય છે. અનેય યુઝર્સે આ વીડિયો પર લાફિંગ સ્માઈલી પોસ્ટ કર્યા છે.

વાત કરીએ વિદ્યા બાલાનના વર્ક ફ્રન્ટની તો તે ટૂંક સમયમાં જ કાર્તિક આર્યન (Kartik Aryan) સાથે ફિલ્મ ભૂલ ભૂલૈયા-3માં જોવા મળશે. આ પહેલાં તેની ફિલ્મ દો ઔર પ્યાર દો પણ આ જ વર્ષે રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button