આપણું ગુજરાતગાંધીનગરમધ્ય ગુજરાત

Gandhinagar ગિફ્ટ સિટીમાં નબીરા બન્યા બેફામ, રીલ બનાવનારા યુવકોની કરી ધરપકડ…

ગાંધીનગર: ગુજરાતમાં બેફામ સ્પીડે કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મુકવાના અનેક કિસ્સાઓ બન્યા છે. તેવા સમયે ગાંધીનગરની(Gandhinagar)ગિફ્ટ સિટીમાં 9 લોકોએ બેફામ કાર હંકારી લોકોના જીવ જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કારની રેસ લગાવીને તેની રીલ પણ બનાવી હતી.આ રીલની તપાસ કરીને પોલીસે 9 લોકોની કાર સાથે ધરપકડ કરી છે. આ તમામ કારમાં બ્લેક ફિલ્મ પણ લગાવેલી હોવાથી તેને દૂર કરીને પોલીસે મોટો દંડ પણ ફટકાર્યો છે.

નવ લોકોની કાર સાથે ધરપકડ કરી

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રીલ બનાવવાના ક્રેઝને લઇને નવ લોકોએ ગિફ્ટ સિટીમાં આઈકોનિક ભાઈજીપુરાથી ગિફટ સિટી સુધીના રોડ પર પૂરપાટ ઝડપે કારની રેસ લગાવી હતી. આ પ્રવુતિ લોકોના જીવને જોખમમાં મુકનારી હતી. જેથી આ રીલના આધારે પોલીસે આ લોકોની તપાસ શરૂ કરી હતી અને નવ લોકોની કાર સાથે ધરપકડ કરી હતી.

ફિલ્મી સ્ટાઈલે રીલ બનાવી હતી

ગાંધીનગરમા લક્ઝુરિયસ કારના કાફલા સાથે એકત્ર થયેલા આ લોકોએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ફિલ્મી સ્ટાઈલમા રીલ બનાવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના આધારે ઇન્ફોસિટી પોલીસે આ તમામ લોકોની તપાસ શરૂ કરીને ધરપકડ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button