તમે પણ બની શકો છો Mukesh Ambaniના પડોશી, બસ ખર્ચવા પડશે આટલા રૂપિયા..
દેશ જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને એમનો પરિવાર સતત અલગ અલગ કારણે જ લાઈમલાઈટમાં આવતો હોય છે. મુકેશ અને નીતા અંબાણી (Nita Ambani) તેમના બિઝનેસ, રોયલ લાઈફસ્ટાઈલ અને ચેરિટી ઈવેન્ટ્સની સાથે સાથે મુંબઈમાં તેમના મહેલ જેવા ઘર એન્ટિલિયા (Building Antilia) પણ એટલું જ ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ઘરમાં કરવામાં આવે છે. બંગલામાં રહેલી આલિશાન સુવિધાઓ જોઈને લોકોની આંખો પહોળી થઈ જાય છે. આ આલિશાન ઘરના દરેક ફ્લોર પર અલગ અલગ સુવિધાઓ છે, એ વિશે તો તમે લોકોએ અત્યાર સુધીમાં અનેક જગ્યાએ વાંચ્યું અને સાંભળ્યું હશે, પણ શું તમને ખબર છે કે મુંબઈના જે લોકેશન પર આ એન્ટિલિયા આવેલું છે ત્યાં પ્રોપર્ટીના શું રેટ ચાલી રહ્યા છે? ચાલો તમને આજે એ વિશે જણાવીએ-
2010માં મુકેશ અંબાણીએ 1.120 એકર જમીન ખરીદી હતી અને તેમણે આ જમીન ખરીદવા માટે 21.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. એવું કહેવાય છે કે એ સમયની એની માર્કેટ વેલ્યુ 1.5 મિલિયન ડોલર હતી અને અમુક કારણોસર અંબાણીની આ ડીલ વિવાદોમાં પણ રહી. અંબાણીની એન્ટિલિયાવાળી જમીનને વક્ફ બોર્ડ પાસેથી ખરીદવામાં આવી હતી. મુંબઈના અલમાઉન્ટ રોડ, કુમ્બાલા હિલ પર બનાવવામાં આવેલા એન્ટિલિયાની ગણતરી 2014માં દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં કરવામાં આવ્યું હતું.એની આસપાસ અનેક વાણીજ્ય દુતાવાસ આવેલા છે, આ વિસ્તારને મુંબઈના સૌથી પોશ વિસ્તારમાંથી એક માનવામાં આવે છે.
એન્ટિલિયાની આસપાસ અનેક ઉદ્યોગપતિઓના ઘર આવેલા છે. એન્ટિલિયાની પાસે જ રેમંડના માલિક ગૌતમ સિંઘાનિયાનું જેકે હાઉસ આવેલું છે. પોશ હોવાને કારણે સ્વાભાવિક જ આ જગ્યા પર પ્રોપર્ટીના રેટ ખૂબ જ હાય છે. સોસાયટી અને લોકેશન પ્રમાણે ફ્લેટના રેટ અલગ અલગ છે. પ્રોપર્ટીની ડીલ કરનાર એક વેબસાઈટ પર કરવામાં આવેલા દાવા અનુસાર મુંબઈના આ વિસ્તારમાં ટુ બીએચકે ફ્લેટની કિંમત છથી આઠ કરોડ રૂપિયાની વચ્ચે અને એરિયા અને લોકેશન પ્રમાણે આ રેટ વધીને 15થી 20 કરોડ રૂપિયા સુધી પણ પહોંચી જાય છે.
આ લોકેશન પર ફોર બીએચકે, પાંચ અને છ બીએચકે ફ્લેટ પણ ઉપલબ્ધ છે અને એની કિંમત 40થી 50 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું પણ કહેવાય છે. આ વિસ્તારમાં નવું કન્સ્ટ્રક્શનનું કામ પણ ચાલી રહ્યું છે. જૂના ટાવર પાડીને એની જગ્યાએ નવી નવી ઈમારતો અને ટાવર ઊભા કરવામાં આવી રહી છે. 27 માળના એન્ટિલિયામાં જિમ, સ્પા, થિયેટર, ટેરેસ ગાર્ડન, સ્વિમિંગ પૂલ, મંદિર, હેલ્થકેર, 168 કારની પાર્કિંગ અને 10 લિફ્ટ આવેલી છે. 2006માં એનું કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું અને ચાર વર્ષ બાદ 2010માં તેનું કામ પૂરું થયું હતું.