ઇન્ટરનેશનલ

Russia Ukraine War : રશિયાની રાજધાની મૉસ્કો પર યુક્રેનનો ડ્રોનથી મોટો હુમલો…

મૉસ્કો:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War)અટકવાનું નામ નથી લઇ રહ્યું. યુક્રેનની સેનાએ રશિયાના અનેક વિસ્તારો પર કબજો જમાવ્યો છે. ત્યારે યુક્રેને રશિયાની રાજધાની મૉસ્કો પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેને મૉસ્કો પર અનેક ડ્રોન હુમલા કર્યા છે. જો કે રશિયાની સેનાએ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.
રશિયાની સેનાએ જણાવ્યું કે તેમણે યુક્રેનના 11 ડ્રોન તોડી પાડયા છે. સેનાએ કહ્યું કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ મૉસ્કો પર આ સૌથી મોટા ડ્રોન હુમલામાંનો એક હતો.

હુમલા પછી કોઈ નુકસાન નહિ

મીડિયા અહેવાલ અનુસાર મેયર સર્ગેઇ સોબ્યાનિને જણાવ્યું હતું કે કેટલાક ડ્રોન પોડોલ્સ્ક શહેરની ઉપર જ તોડી પાડવામાં આવ્યા હતા. મૉસ્કો ક્ષેત્રમાં આવેલું આ શહેર ક્રેમલિનથી લગભગ 38 કિલોમીટર દક્ષિણમાં છે. સોબ્યાનિને બુધવારે વહેલી સવારે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ડ્રોનનો ઉપયોગ કરીને મોસ્કો પર હુમલો કરવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ છે. સોબ્યાનિને જણાવ્યું કે આ હુમલા પછી નુકસાનના કોઇ અહેવાલ નથી. રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં બ્રાયનસ્કમાં થયેલા હુમલા બાદ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

સંરક્ષણ દળોએ મિસાઈલને તોડી પાડી

રશિયાની સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ઉત્તરમાં મોસ્કોની સરહદે આવેલા તુલા ક્ષેત્રમાં બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. રશિયાના દક્ષિણ પશ્ચિમમાં રોસ્ટોવ ક્ષેત્રના ગવર્નર વેસિલી ગોલુબેવે જણાવ્યું હતું કે હવાઈ સંરક્ષણ દળોએ યુક્રેનિયન મિસાઈલને તોડી પાડી હતી. જેમાં કોઈ જાનહાનિ નથી થઈ. યુક્રેન સૈન્યએ બુધવારે કહ્યું કે તેણે રોસ્ટોવ ક્ષેત્રમાં રાત્રે S-300 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ પર હુમલો કર્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button