તમે મીઠું ખાવ છો કે પ્લાસ્ટિક? આ રીતે ઘરે બેઠાં Check કરો...

આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી અને મીઠું જ ખાલી શુદ્ધ હોય છે એવી માન્યતા હતી, પરંતુ હવે એવું કહી શકાય એમ નથી

હાલમાં જ મીઠામાં પણ ભેળસેળિયાઓએ ભેળસેળ કરવાનું શરૂ કરી દીધું છે પરિણામે મીઠાની શુદ્ધતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે

આવી પરિસ્થિતિમાં આપણે જે મીઠું ખાઈએ છીએ એ શુદ્ધ છે કે નહીં એની તપાસ ઘરે જ કરી શકાય છે

જેના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ-

આઈઆઈટી બોમ્બેના રિસર્ચમાં સામે આવ્યું હતું કે મીઠામાં પ્લાસ્ટિકના ઝીણાં ટૂકડાં મિક્સ કરવામાં આવી રહ્યા છે

આ સિવાય મીઠામાં વ્હાઈટ સ્ટોન પાઉડર કે સફેદ રેતી પણ મિક્સ કરવામાં આવે છે

મીઠું શુદ્ધ છે કે નહીં એ તપાસવા માટે એક ચમચી મીઠું લો અને એક ગ્લાસ પાણીમાં નાખો

જો મીઠામાં ભેળસેળ હશે તો પ્લાસ્ટિક, પથ્થર કે રેતી ગ્લાસના તળિયામાં નીચે બેસી જશે અને મીઠું ઓગળી જશે

આ સિવાય જો સ્ટોન પાઉડર પણ મીઠામાં મિક્સ કરવામાં આવ્યું હશે તો પાણીનો રંગ હળવો સફેદ રંગનું થઈ જશે

જો મીઠું શુદ્ધ હશે તો ગ્લાસના તળિયામાં કંઈ નહીં બચે અને પાણીનો રંગ પણ નહીં બદલાય