પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

નીરજને ભાલાફેંકનો આવતી કાલનો થ્રો પહોંચાડી શકે ફાઈનલમાં!

લૉસેન: ભાલાફેંકમાં પૅરિસ ઑલિમ્પિક્સનો સિલ્વર મેડલિસ્ટ આપણો નીરજ ચોપડા ઘણા મહિનાથી ગોલ્ડ મેડલથી વંચિત છે, પરંતુ આવતી કાલે, ગુરુવારે (મધરાત બાદ 12.12 વાગ્યે) યોજાનારી ડાયમંડ લીગ નામની ઇવેન્ટમાં શ્રેષ્ઠ છ સ્પર્ધકોમાં સ્થાન મેળવીને નીરજ બ્રસેલ્સની ફાઇનલ માટે નામ ફિક્સ કરી શકશે.

પાકિસ્તાનનો ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અર્શદ નદીમ આ ઇવેન્ટમાં ભાગ નથી લેવાનો એટલે નીરજે આવતી કાલે ઓછી હરીફાઈનો સામનો કરવો પડશે. નદીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલો 92.97 મીટર દૂર ફેંકીને ઑલિમ્પિક્સનો નવો રેકોર્ડ રચ્યો હતો. એ રમતોત્સવમાં નીરજ ભાલો ફક્ત 89.45 મીટર દૂર ફેંકી શક્યો હતો.

જોકે આવતી કાલે નીરજ કરીઅરમાં પહેલી જ વખત 90.00 મીટરનું બેરિયર ક્રોસ કરવા તત્પર છે.

નીરજનો બેસ્ટ થ્રો 89.94 મીટર છે. જોકે તેણે ખાસ કરીને એન્ડરસન પીટર્સ (બેસ્ટ 93. 07 મીટર) તેમ જ યાકુબ વાડલેચ (બેસ્ટ 90.88) અને જુલિયસ યેગો (બેસ્ટ 92.72)ની હરીફાઈનો તો સામનો કરવો જ પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો