યુવરાજ સિંહ ક્હે છે કે તેના પર બનનારી બાયોપિક માટે રણબીર કપૂર જ બેસ્ટ છે

2016માં ધોનીની રિયલ લાઈફ પરની બાયોપિક ‘એમ. એસ. ધોની: ધ અનટૉલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતે અપ્રતિમ ભૂમિકા ભજવેલી

2016માં જ મોહમ્મદ અઝહરુદ્દીન પરની ‘અઝહર' ફિલ્મમાં ઇમરાન હાશમીનો મેઈન રોલ હતો

2021માં કપિલ દેવ પરની બાયોપિક ‘83'માં રણવીર સિંહનું મેઈન કેરેક્ટર હતું અને એ ફિલ્મમાં દીપિકા પદુકોણ પણ હતી

2017માં સચિન તેન્ડુલકર પરની ‘સચિન: અ બિલ્યન ડ્રીમ્સ' ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં ખુદ માસ્ટર બ્લાસ્ટરે ભૂમિકા ભજવેલી

2022ની ‘કૌન પ્રવીણ તામ્બે?' ફિલ્મમાં શ્રેયસ તલપડેએ અસાધારણ ભૂમિકા ભજવી

2022માં જ મિતાલી રાજ પર ‘શાબાશ મિથુ' ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં તાપસી પન્નુ મેઈન રોલમાં હતી