Uncategorized

મુંબઈ માટે ખારા પાણીને પીવાલાયક કરવાનો પ્રોજેક્ટ ફરી અટવાયોવધારાનું પાણી મળવામાં ફરી અડચણ ટેન્ડર ભરવા માટે ફરી મુદત લંબાવી


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈને પ્રતિદિન કરવામાં આવતા પાણીપુરવઠામાં ૨૦૦ મિલ્યન લિટર પ્રતિ દિવસ (એમએલડી)નો વધારો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મહત્ત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જોકે ટેન્ડર બહાર પાડવાને આઠ મહિના થઈ ગયા હોવા છતા પાલિકાને કોઈ યોગ્ય બિડરને શોધી શકી નથી. પાલિકાના આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે માત્ર એક જ કંપની આગળ આવી છે, તેથી પાલિકાએ ટેન્ડર ભરવા માટેની મુદત ફરી વધારીને ૨૯ ઑગસ્ટ, ૨૦૨૪ કરી નાંખી છે.

હાલ મુંબઈને દરરોજ ૩,૯૦૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. જોકે પીવાના પાણી માટે શહેરને સાત તળાવમાં ચોમાસામાં કેટલો વરસાદ પડ્યો? ચોમાસું કેવું રહ્યું? તેના પર આધાર રાખવો પડે છે. તેથી પાલિકાએ પાણીપુરવઠામાં વધારો કરવા માટે ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. મલાડના મનોરી સ્થિત પ્રસ્તાવિત ડિસેલિનેશન પ્લાન્ટમાં શરૂઆતમાં ૨૦૦ એમએલડીની ક્ષમતા હશે અને ભવિષ્યમાં ૪૦૦ એમએલડી સુધી વિસ્તરણ કરવાની ક્ષમતા રહેશે. આ પ્લાન્ટ આગામી ચાર વર્ષમા ચાલુ કરવાની પાલિકાની યોજના છે. પ્રોજેક્ટ પાછળ લગભગ ૩,૫૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.

ફેબ્રુઆરી ૨૦૨૧માં પાલિકાએ આ પ્રોજેક્ટ માટે ડિટેઈલ પ્રપોઝલ તૈયાર કરવા માટે ઈઝરાયલી કંપનીની નિમણૂક કરી હતી. પાલિકાએ જાન્યુઆરી ૨૦૨૨માં ઈઝરાયલ ફર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેઈલ પ્રપોઝલનું મૂલ્યાંકન કરવા માટે એક કંપનીની નિમણૂક કરી હતી. ૪ ડિસેમ્બર, ૨૦૨૩ના ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે પ્લાન્ટ ઊભો કરવા માટે એક ટેન્ડર નોટિસ જાહેર કરી હતી.

ટેન્ડર માટે અનેક વખત મુદત વધાર્યા બાદ પણ મર્યાદિત લોકો તરફથી રસ બતાવવામાં આવ્યો હતો. ૧૦ જુલાઈના ટેન્ડરની મુદત વધારવામાં આવ્યા બાદ બે બિડ સબમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટે બિડર્સના દસ્તાવેજો સાથે ટેક્નિકલ સમસ્યાઓ હોવાનું જણાવતા ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વિશિષ્ટ પ્રકારનો હોવાથી તેમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. નિમણુક કંપનીની આવશ્યક હોઈ સ્પર્ધાત્મક બિડિંગ મળે તે માટે ૧૦ દિવસની સમયમર્યાદા વધારવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો