આપણું ગુજરાત

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર : સરકાર લાવશે 5 વિધેયકો

ગાંધીનગર: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. તે પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા પરિસર ખાતે મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસ સિનિયર નેતા અમિત ચાવડાની હાજરીમાં મળી હતી પરંતુ આ વખતે સત્રના ત્રણ દિવસ દરમિયાન કોઇપણ પ્રકારની પ્રશ્નોત્તરીનો કામકાજમાં સમાવેશ નહીં થતાં વિધાનસભાનું સત્ર ઔપચારિક બની રહે તેવા સંકેત મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં રાજ્ય સરકારે પાંચ વિધેયકો લાવવાનો નિર્ણય લીધો છે.

વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસું સત્રમાં સરકારે પાંચ વિધેયકો લાવવાનો નિર્ણય લીધો છે. જે પૈકી એક વિધેયક અંધશ્રદ્ધા અને કાળાજાદુ વિરોધી પગલા સુચવતુ છે. જ્યારે બીજુ વિધેયક દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલ વાહનોનો તત્કાલ નિકાલ કરવાનું છે. આ ઉપરાંત અન્ય બે વિધેયક કેન્દ્રીય કાયદા સુધારા સાથે સંકળાયેલા છે. આ વિધેયકોને કેબિનેટની બેઠકમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આવતીકાલથી માત્ર ત્રણ દિવસ માટે યોજાનારા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરીને સ્થાન નથી મળ્યું, જેને કારણે ટૂંકું સત્ર માત્ર ઔપચારિક અને નિરસ બની રહેવાની ધારણા છે. જો કે પ્રશ્નોત્તરીની ગેરહાજરીમાં ટૂંકી મુદતના પ્રશ્નો લેવાયાં છે. એમા આને માટે સંબંધિત મંત્રીની મંજૂરી જરૂરી હોય છે, એટલે સ્વાભાવિક રીતે સરકારને પ્રતિકૂળ હોય, તેની છબી ખરડાય એવા ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા થાય એવી કોઈ શકયતા નથી.

જો કે ઉલ્લેખનીય છે કે ચોમાસા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હોઈ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષો સત્રનો રાજકીય લાભ લેવાના ભરપૂર મરણિયા પ્રયત્નો કરશે. કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન મોદીની આગેવાનીમાં બનેલી એનડીએ સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ સરકાર ગૃહમાં લાવી રહી છે. આ સિવાય આ સ્તર દરમિયાન માનવબલિ, અધોરી-પ્રથા ને કાળો જાદુ અટકાવવાન માટેનું બિલ લાવી રહી છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો