આમચી મુંબઈ

બદલાપુર છાવણીમાં ફેરવાયુંઃ પોલીસે ભર્યું આ પગલું, ટ્રેનસેવા પાટે ચઢી…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ બદલાપુરની સ્કૂલમાં બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન પછી રેલરોકો કરવાને કારણે આખા દિવસ માટે ટ્રેનસેવા ઠપ રહી હતી. લોકલ ટ્રેનસેવા સહિત વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ રસ્તાઓને પણ જામ કર્યા હતા. પરિણામે બદલાપુરમાં સુરક્ષા માટે પોલીસ, આરપીએફ, જીઆરપી સહિત અન્ય એજન્સીઓને ઉતારવામાં આવી હતી. રેલવે સ્ટેશનથી લઈને સ્કૂલ પરિસરનો વિસ્તાર આખો પોલીસની છાવણીમાં ફેરવાયો હતો.

બદલાપુરમાં સ્થાનિક લોકોના આક્રોશને કલાકો સુધી રેલવે ટ્રેક પર લોકો રહેવાને કારણે ટ્રેનસેવા ઠપ રહી હતી, પરંતુ રાતના અંતે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સૌથી પહેલા પોલીસે રેલવે સ્ટેશનના પરિસરમાંથી મહિલાઓને હટાવી હતી, ત્યારબાદ રેલવે સ્ટેશનને ખાલી કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ ફરી એક વાર બદલાપુરનો મુદ્દો લાઈમલાઈટમાં રહ્યો હતો.

પોલીસ પ્રશાસન દ્વારા વારંવાર અનુરોધ કરવામાં આવ્યા છતાં પ્રદર્શનકારીઓ આંદોલનને પાછું ખેંચવા તૈયાર નહોતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ગિરીશ મહાજન ખૂદ રેલવે સ્ટેશન આવ્યા હતા અને પ્રદર્શન કરનારા લોકોને આંદોલન સમેટી લેવાનો અનુરોધ કર્યો હતો. જોકે, પોલીસની વિનંતી પછી ટ્રેક પરથી નહીં હટતા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા અમુક લોકો ઘાયલ થયા હતા. અમુક લોકોએ પોલીસ અને પોલીસની ગાડીઓ પર પણ હુમલો કર્યો હતો, જેનાથી આંદોલન કરનારા લોકો કેટલા ગુસ્સે થયા હતા એ અંદાજ લગાવી શકાય છે. અમુક લોકો પહેલાથી રજા લઈને ઘરે બેસી ગયા હતા, એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

સ્થાનિક સ્કૂલમાં બાળકીઓ સાથે કુકર્મ કરવા મુદ્દે મંગળવારે વહેલી સવારથી સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યાર બાદ સ્કૂલ અને રેલવે સ્ટેશનના પરિસરમાં હજારોના ટોળા ધસી આવ્યા હતા. મંગળવારે સવારના 10.10 વાગ્યાના સુમારે તમામ રેલવે લાઈન, પુલ તથા રેલવે સ્ટેશનના પરિસરમાં હજારોની સંખ્યામાં લોકો ધસી આવ્યા પછી તોડફોડ કરી હતી. એટલું જ નહીં, રેલવે ટ્રેક પર આવીને ટ્રેનોને રોકી હતી, પરિણામે સેક્શનની સબર્બનની લોકલ ટ્રેનસેવા રોકી દેવાની ફરજ પડી હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

આ સંવેદનશીલ બાબત હોવાથી રેલવે પોલીસ, જીઆરપી સહિત સિટી પોલીસ દ્વારા લોકોને રેલવેને ટ્રેક પરથી હટી જવાની વિનંતી કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસનની સાથે સરકારે આપેલી ખાતરીઓ છતાં ટ્રેક પર રહેનારા લોકો હટ્યા નહોતા. સાંજ પછી વારંવાર રજૂઆત પછી લોકોને ટ્રેક પરથી હટાવવા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. આમ છતાં 12 લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવી હતી, જ્યારે અંબરનાથ-કર્જત સેક્શનમાં 10 કલાક સુધી ટ્રેનસેવા ઠપ રહી હતી. ઉપરાંત, પચાસથી વધુ ટ્રેનોને આંશિક રીતે રદ કરી હતી.

બદલાપુર રેલવે સ્ટેશનના પરિસરને સ્થાનિકોએ ઘેરી લેતા ટ્રેનસેવા ઠપ રહી હતી, પરિણામે પાલિકા પ્રશાસનને વિશેષ બસ દોડાવવાની અપીલ કરી હતી. પાલિકા પ્રશાસન દ્વારા બદલાપુર અને અંબરનાથ, બદલાપુર-કર્જત વચ્ચે પંચાવન બસ દોડાવવામાં આવી હતી, જ્યારે કલ્યાણ અને કર્જતની વચ્ચે 100થી વધુ બસ દોડાવી હતી. સોલાપુર-સીએસએમટી વંદે ભારત એક્સપ્રેસ સહિત 12 મેલ-એક્સપ્રેસ ટ્રેનને દિવા-પનવેલ-કર્જત સ્ટેશનથી ડાઈવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, લખાય છે ત્યાં સુધીમાં સીએસએમટી-અંબરનાથ અને કર્જત-ખપોલીની 30થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. પીકઅવર્સમાં ટ્રેનો રદ થવાને કારણે ઘાટકોપર, થાણે, ડોંબિવલી અને કલ્યાણ વગેરે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને ભયંકર ભીડ જોવા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો