મહારાષ્ટ્ર

વિસર્જન વખતે પિંપરીમાં ચાર વર્ષના બાળકનું થયું આ રીતે મોત

પુણેઃ પિંપરી ચિંચવડમાં ગણેશ વિસર્જન વખતે ચાર વર્ષના બાળકનું ટાંકીમાં પડવાને કારણે મોત થયું હતું. આ દુર્ઘટના પછી બાળકના પરિવારના સભ્યોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

પિંપરી ચિંચવડના મોશી ખાતે ગુરુવારે સાંજે આ બનાવ બન્યો હતો. ચાર વર્ષના બાળક સાથે એક પરિવાર વિસર્જન જોવા ગયા હતા. તેઓ પાણીની ટાંકી નજીક ઊભા હતા અને સોસાયટીના સભ્યો પણ ગીત પર ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક બાળક ટાંકીમાં પડ્યું હતું. બાળક ટાંકીમાં પડ્યા અંગે કોઈનું ધ્યાન ગયું નહોતું, પરંતુ તેના પછી એક વીડિયો જોવા મળ્યો હતો.


થોડી વાર પછી પરિવારે બાળકને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યાંય જોવા મળ્યું નહોતું. આ મુદ્દે વધુ શોધખોળ કર્યા પછી બાળકને ટાંકીમાં મળી આવ્યું હતું. ટાંકીમાં પડેલા બાળકને તાકીદે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું.


મૃતક બાળકનું નામ અર્ણવ આશીષ પાટીલ (4) તરીકે કરવામાં આવી છે. સૌથી દુખદ બાબત એ હતી કે વિસર્જન વખતે અર્ણવ સાથે તેની મમ્મીએ સેલ્ફી લીધી હતી, જે છેલ્લી સેલ્ફી થઈ હતી. આ બનાવ પછી પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.


ભોસરી એમઆઈડીસી પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે સોસાયટીમાં પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહેવા મુદ્દે સોસાયટીનો બિલ્ડર જવાબદાર છે, જ્યારે તેની તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button