મહારાષ્ટ્ર

પુણે પોર્શે કાર અકસ્માત: લોહીના નમૂનાની અદલાબદલી બદલ વધુ બેની ધરપકડ

પુણે: પુણેના બહુચર્ચિત પોર્શે કાર અકસ્માત કેસમાં લોહીના નમૂનાની કથિત અદલાબદલી બદલ વધુ બે જણની સોમવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી. બંને જણની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે નવ પર પહોંચી છે. બંને આરોપીને કોર્ટમાં હાજર કરાતાં તેમને 26 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે મંગળવારે સવારે જણાવ્યું હતું કે અકસ્માત સમયે સગીર આરોપી સાથે કારમાં હાજર બે કિશોરના લોહીના નમૂના અન્ય બે જણના લોહીના નમૂના સાથે બદલી કરાયા હતા, જેમાં સગીરના પિતાનો સમાવેશ હતો.

પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં 19 મેના વહેલી સવારે દારૂના નશામાં સગીર આરોપીએ પોર્શે કાર હંકારી મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે સોફ્ટવેર એન્જિનિયર અશ્ર્વિની કોશ્ટા અને અનિશ અવધિયાનાં મોત થયાં હતાં. સગીર આરોપીના પિતા જાણીતા બિલ્ડર છે.

આ પણ વાંચો :અમેરિકન બર્ગર કિંગને ફટકોઃ પુણેની રેસ્ટોરાં સામે કેસ હાર્યું

સગીરનાં માતા-પિતા સહિત સસૂન હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના તત્કાલીન હેડ ડો. અજય તવારે, ડો. શ્રીહરિ હાલનોર અને કર્મચારી અતુલ ઘાટકાંબળેની અગાઉ ધરપકડ કરાઇ હતી. સગીરના લોહીના નમૂનાની જગ્યાએ તેની માતાના લોહીના નમૂના બદલી કરવાનો તેમના પર આરોપ છે.

લોહીના નમૂના અદલાબદલી કરવા માટે આર્થિક વ્યવહાર કરનારા સગીરના પિતા અને ડોક્ટરો વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવનારા અશપાક મકંદર અને અમર ગાયકવાડની પણ આ કેસમાં અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સાત આરોપી વિરુદ્ધ પુણે પોલીસે તાજેતરમાં 900 પાનાંનું આરોપનામું દાખલ કર્યું હતું. (પીટીઆઇ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button