કોર્ટ-ફોર્ટ કંઇ નહીં, હમણાં જ ફાંસીએ લટકાવો: વિફરેલા આંદોલકોની માગણી
![Court-fort nothing, hang now: demand of disaffected protesters](/wp-content/uploads/2024/08/badlapur-school-crime-incident-protest-780x470.webp)
મુંબઈ: માનવતાને લજાવે તેવી બદલાપુરની ઘટના બાદ વિફરેલા લોકોએ રેલ રોકો આંદોલન કર્યું અને એ દરમિયાન પોલીસ અને આંદોલકો વચ્ચે ચકમક પણ ઝરી હતી. સવારે દસ વાગ્યાથી શરૂ થયેલા આંદોલનના કારણએ રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જોકે, આ દરમિયાન એક જ માગણી કરી રહ્યા હતા અને તે માગણી હતી આરોપીને તાત્કાલિક સજા આપવાની. આંદોલકોએ તાત્કાલિક ધોરણે આરોપીને છડે ચોક ફાંસી આપવાની માગણી કરી હતી.
સરકાર દ્વારા આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં આંદોલકોએ આ કેસને અદાલતમાં ચલાવવાની કોઇ જરૂર ન હોઇ આરોપીને હાલ જ ફાંસી આપવામાં આવે, તેવી માગણી કરી હતી. આંદોલકોએ સરકારને સાત દિવસની મુદત આપતા કહ્યું હતું કે અમે સરકારને ફક્ત સાત દિવસની મુદત આપીએ છીએ. અમે સાત દિવસ સુધી અહીંથી હલીશું નહીં.
આ પણ વાંચો : એફઆઇઆરમાં વિલંબ?: એનસીપીસીઆર કરશે તપાસ
જ્યારે એક આંદોલકે પ્રસાર માધ્યમ સાથે વાત કરતા કહ્યું હતું કે સાત દિવસની મુદત પણ નહીં મળે. અમને અમારી બહેન-દીકરીઓને ઘરની બહાર જવાનું કહેતા ડર લાગે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ નહીં, સાત દિવસની મુદત પણ નહીં, આજે જ આરોપીને જાહેરમાં ફાંસી આપો