મનોરંજન

કોના હત્યારાને શોધી રહી છે Kareena Kapoor-Khan?

બોલીવૂડની બ્યુટીફૂલ બેબો એટલે કે કરિના કપૂર-ખાન (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને કોઈને કોઈ કારણસર તે ચર્ચામાં આવતી જ રહે છે. કરિનાના ફેન્સ માટે ગૂડ ન્યુઝ આવ્યા છે લાંબા સમયથી ફેન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે.

જી હા, બેબોની અપકમિંગ ફિલ્મ ધ બકિંઘહમ મર્ડર્સ (The Buckingham Murder’s)નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં જ એક્ટ્રેસનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું અને હવે ફેન્સ ટીઝરની રાહ જોઈ રહ્યા હતા અને આ ફિલ્મમાં બેબો એકદમ અલગ લૂકમાં જોવા મળી રહી છે. અત્યાર સુધી કરિનાની તમામ ભૂમિકા કરતાં આ ભૂમિકા એકદમ અલગ છે.
હાલમાં જ ફિલ્મનો કરિનાનો નવો પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો હતો. પોતાની અપકમિંગ ફિલ્મમાં કરિના એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે, જેને જોઈને ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે. આવી પરિસ્થિતિમાં જોવાની વાત એ છે કે તે પોતાની મિસ્ટ્રી થ્રિલરમાં પોતાની ભૂમિકામાં કેટલી ડેપ્થ લાવશે. વીરે દી વેડિંગ, ક્રૂ અને કરિના કપૂર-ખાને ફરી એક વખત એક્તા કપૂર સાથે હાશ મિલાવ્યો છે.

આ ફિલ્મ 13મી સપ્ટેમ્બર, 2024ના થિયેટરમાં રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મમાં કરિના સાથે એશ ટંડન, રણવીર બરાર અને કિથ એલન જેવા ટેલેન્ટેડ સ્ટાર્સ છે. આ ફિલ્મ હંસલ મહેતાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કરિના એક ડિટેક્ટિવના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : ‘કૉલ મી બે’નું ટ્રેલર થયું રિલીઝ, ફૂલ્લ એન્ટરટેઇનર

જોકે, આ પહેલાં ફિલ્મ જાને જાંમાં પણ પોતાના કેરેક્ટરને લઈને લાઈમલાઈટમાં રહી ચૂકી છે. આ ફિલ્મમાં માયા ડિસૂઝા નામની મહિલાનો રોલ કર્યો હતો જે પોતાની દીકરીને પતિથી બચાવવાનો પ્રયાસ કરે છે અને આ પ્રયાસમાં જ તે પોતાના પતિની જ હત્યા કરી નાખે છે. ત્યાર બાદ પોલીસથી કઈ રીતે બચે છે એની આસપાસ આ ફિલ્મની સ્ટોરી ફરે છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button