આમચી મુંબઈમહારાષ્ટ્ર

વરસાદ અંગે ચોક્કસ આગાહી નહીંઃ કેન્દ્ર સરકારે IMD પાસે માગી સ્પષ્ટતા

મુંબઈઃ જુલાઇ મહિના દરમિયાન મુંબઈમાં વરસાદની આગાહી કરવામાં IMD (ભારતીય હવામાન વિભાગ) ખરી ઉતરી નહોતી. એટલે આઈએમડીની આગાહી 42 ટકા જેટલી ચોક્કસ નહોતી. હવામાન વિભાગે હાલની સિસ્ટમને સુધારવા નિરાકરણ સંબંધિત પગલાં લઈ શકાય છે અને તે નક્કી કરવા કેન્દ્રીય મંત્રાલયે મુંબઈ IMDએ સ્પષ્ટતા માંગી છે.

18 ઑગસ્ટના રોજ એક જારી થયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે IMD ઘણા આધુનિક સાધનોથી સજ્જ હોવા છતાં તેની જુલાઇ મહિના દરમિયાન મુંબઇ માટેની વરસાદની આગાહી 42 ટકા જેટલી ‘અચોક્કસ’ હતી.

IMDની જુલાઈમાં ઓછામાં ઓછા 13 દિવસ માટે મુંબઈ માટેની હવામાનની આગાહી સાચી ઠરી નહોતી. જુલાઇ મહિનો મુંબઇ માટે સૌથી Wet Month હતો. જુલાઈ 7 અને જુલાઈ 24/25 એમ બે વાર સમયસર રેડ એલર્ટ જારી કરવામાં નિષ્ફળ રહી હતી. IMDના ડેટામાંથી જાણવા મળે છે કે 13 દિવસમાંથી આઠ દિવસે તેમની આગાહી 25 ટકા કરતા વધુ ખોટી સાબિત થઈ હતી.

કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય આગાહીઓમાં ભૂલ ઘટાડવાનો છે. અમે આગાહી અને વરસાદ થવાની સંભાવનાને સચોટ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. હવામાનની આગાહી માટેના મોટા પાયાના મોડેલનું સંચાલન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે, જ્યારે નાના પાયાના મોડેલનું સંચાલન રાજ્ય દ્વારા કરવામાં આવે છે. અમે સમજવા માંગીએ છીએ કે અમુક મોડેલ આગાહીમાં ભૂલનું કારણ બની રહ્યા છે. અમે સમજવા માંગીએ છીએ કે સમસ્યા શું છે અને સમસ્યાને ઉકેલવા અને સુધારા કરવા માટે શું કરી શકાય.

નિષ્ણાતો જણાવે છે કે મુંબઇ દરિયાની નજીક હોવાથી તેની આગાહી સચોટ થવાની શક્યતા ઘટી જાય છે. મુંબઇમાં દરિયાની લહેર અને જમીનની લહેર હોય છે. તેથઈ દિલ્હી જેવા શહેરની સરખામણીમાં મુંબઇમાં વરસાદની આગાહી કરવી વધારે જટિલ છે. અહીં ગમે ત્યારે અણધારી રીતે હવામાનમાં પલટો આવી શકે છે. હાલમાં, મુંબઈ બે ડોપ્લર વેધર રડાર છે, જે વેધર ફોરકાસ્ટ માટે એકદમ લેટેસ્ટ અને સચોટ માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button