નેશનલ

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપી વિદેશ પ્રવાસની મંજૂરી : રાખી આ બે શરતો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વિદેશમાં જવાની મંજૂરી આપી છે. જો કે કોર્ટે તે માટે 10 લાખ રૂપિયાની ડિપોઝિટ ભરવાની પણ શરત રાખી છે. આ સાથે જ કોર્ટે તેમને પોતાના પ્રવાસના રિપોર્ટની સાથે બાહેંધરી આપવાનો પણ આદેશ કર્યો છે. સેતલવાડને જાતિવાદ વિરુદ્ધના સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ જવાની મંજૂરી માંગી હતી.

સુપ્રીમ કોર્ટે માનવાધિકાર કાર્યકર્તા તિસ્તા સેતલવાડને 31 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી મલેશિયાના સેલંગોર જવાની મંજૂરી આપી છે. આ મુલાકાતનો હેતુ જાતિવાદ વિરોધી પરિષદમાં ભાગ લેવાનો છે. જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે અમુક શરતોને આધીન પરવાનગી આપી છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે સેતલવાડ પાસેથી બે શરતોના પાલન સાથે આ મંજૂરી આપી છે. સૌપ્રથમ, તેઓએ એક બાંયધરી ફાઇલ કરવી પડશે જેમાં જણાવવામાં આવ્યું છે કે સેતલવાડ આ સમયગાળા પછી પાછા ફરશે. બીજું, 10 લાખ રૂપિયાની ડિપોઝિટ જમાં કરાવવાની રહેશે. સાથે જ સંમેલન પૂર્ણ થયા બાદ તેમણે પોતાનો પાસપોર્ટ પરત સોંપવો પડશે.

આ પણ વાંચો :‘દર્દીઓ હેરાન થઇ રહ્યા છે, કામ પર પરત ફરો…’ સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સને વિંનતી કરી

સેતલવાડ હાલમાં 2002ના ગુજરાત રમખાણોને સંભાળવા અંગે ગુજરાત રાજ્ય અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના ષડયંત્રના આરોપો સંબંધિત ફોજદારી કેસમાં જામીન પર છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને બદલીને જુલાઈ 2023માં તેમની જામીન અરજી મંજૂર કરી હતી. તે સમયે સર્વોચ્ય અદાલતે શરત મૂકી હતી કે સેતલવાડને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો