અમદાવાદઆપણું ગુજરાત

હાઇકોર્ટની ઝાટકણી બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે 15 દિવસમાં વસૂલ્યો 60.09 લાખનો દંડ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન (Ahmedabad Traffic problem) પાર્કિંગની છે. શહેરમાં દિન-પ્રતિદિન વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિક સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ મામલે હાઇકોર્ટે ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. જેને પગલે આજે કોર્ટની અંદર ટ્રાફિક પોલીસે 15 દિવસની અંદર કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ સોંપ્યો હતો. પોલીસે નોંધેલા ગુના સહિતની કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો.

અમદાવાદ શહેરના વિકાસની સાથો સાથ ટ્રાફિકની સમસ્યા પણ વધતી જઈ રહી છે. હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યા મુદ્દે ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢી ત્યારબાદ અમદાવાદનું પોલીસ તંત્ર આળસ મરડીને બેઠું થયું હોય તેમ કાર્યવાહીમાં જોતરાઈ ગયું હતું. છેલ્લા 15 દિવસમાં વાહન ચાલકોની પાસે દંડ ફટકાર્યા અને અન્ય કાર્યવાહીનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આજે છેલ્લા 15 દિવસમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ટ્રાફિક પોલીસે 15 દિવસની કામગીરીનો વિસ્તૃત અહેવાલ કોર્ટ સમક્ષ પર રજૂ કર્યો છે. 1 ઓગષ્ટથી 15 ઓગસ્ટ 2024 સુધીનો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકર્ડ પર મૂકવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાનો સ્વીકાર કરાયો છે. ટ્રાફિક પોલીસે સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલુ હોવાની કબૂલાત કરી છે.

15 દિવસમાં ટ્રાફિક પોલીસે ગેરકાયદે પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધ્યા છે અને તેની સામે 60.09 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદે પાર્કિંગ બદલ 3,338 વાહનોને ટો કરવામાં આવ્યા છે. આ મામલે 22.94 લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમાં 236 ગુના નોંધવામાં આવ્યા છે. તમામ ગુના ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ નોંધવામાં આવ્યા છે. જ્યારે અન્ય ટ્રાફિક નિયમો તોડનારા લોકો સામે 71 ગુના નોંધાયા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button