વજન ઉતારવું છે, પરંતુ લાંબો સમય કસરત માટે ફાળવવો શક્ય બનતું નથી

સમય અને વ્યવસ્થાનો અભાવે વજન ઘટાડવાના નુસખાઓ નકામા લાગવા માંડે છે

ડાયેટિંગ કરવાનું સૌને માફક આવતું નથી અને જીમ જવાનું બધાને પરવડતું નથી

તો કરવું શું? આ કોયડાનો ઉકેલ અમે તમને આપશું

આ ચારમાંથી એક યોગાઆસન તમારે દિવસમાં માત્ર પાંચ મિનિટ કરવાનું છે અને ચરબી પાંચ મહિનામાં છૂ થઈ જશે

પૂર્વોત્તાનાસનઃ તમારી પીઠ અને પગના મસલ્સને મજબૂત બનાવવાની સાથે પેટની ચરબી ઘટાડવાનું કામ કરશે

નૌકાસનઃ પેટની ચરબી ઓછા સમયમાં ઘટશે અને સાથે પાચનક્રિયાને સરળ બનાવશે

ઉત્કટાસનઃ આખા શરીરની ચરબીને ઓગાળશે અને સાથે શરીરની સમુતલા તેમ જ એકાગ્રતા વધારવામાં ખૂબ જ મદદરૂપ થશે

ઉર્ધ્વ મુખ શ્વનાસનઃ કેલરીને બાળવાનું કામ કરે છે અને શરીરને સુડોળ બનાવે છે. ચહેરા પર પણ રોનક આવે છે.

આ આસન તેની યોગ્ય મુદ્રા અને શ્વાસોશ્વાસની ક્રિયાઓ સાથે નિયમિત કરવા જરૂરી છે

આસનો યોગ્ય રીતે થાય અને તમારા શરીર માટે લાભદાયી નિવડે તે માટે નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.