મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Stree-2એ રીતિકની ફાઈટરને હરાવી દીધી, બનાવ્યો આ નવો રેકોર્ડ…

બોલીવૂડ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યું હતું તે થઈ રહ્યું છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી-ટુ બૉક્સ ઓફિસ છલકાવી રહી છે અને રજાઓનો ફાયદો મળતા કમાણીના રેકોર્ડ્સ બનાવી રહી છે.

અમન કૌશિકના નિર્દેશનમાં બનેલી સ્ત્રી 2 એ બોક્સ ઓફિસ પર વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 228 કરોડ રૂપિયાનું ડૉમેસ્ટિક કલેક્શન કર્યું છે અને આ સાથે આ વર્ષની અત્યાર સુધીની તે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ સાબિત થઈ છે. વીકએન્ડ કલેક્શનની બાબતમાં તે પ્રભાસ-અમિતાભ બચ્ચનની કલ્કી 2898 એડી કરતાં પણ આગળ નીકળી ગઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે, સ્ત્રી 2 એ 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જેની સાથે ફિલ્મનું કુલ ડોમેસ્ટિક કલેક્શન 228.45 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે રીતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઇટરએ તેના પ્રથમ સપ્તાહના અંતે 119 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રીતિક રોશનની ફિલ્મના ટોટલ કલેક્શન વિશે વાત કરીએ તો, ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન રૂ. 338 કરોડ અને સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 211.71 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મએ રક્ષાબંધનની રજાના દિવસે પણ રૂ. 37 કરોડની કમાણી કરી છે. રક્ષાબંધનની રજા અમુક રાજ્યોમાં જ હોય છે. દિલ્હી-એનસીઆર, લખનૌ, ભોપાલ, અમદાવાદ અને જયપુરમાં સૌથી વધારે કમાણી થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button