નેશનલ

આવતી કાલે ભારત બંધ, જાણો કોણે કર્યું એલાન, શું છે કારણ, કઈ સેવાઓ થશે અસરગ્રસ્ત

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ SC/ST અનામતમાં ક્રીમી લેયર (SC/ST reservation sub quota) લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાક SC/ST સમુદાયો નારાજ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારત બંધ (Bharat bandh)ની જાહેરાત કરી છે. ઘણા દલિત સંગઠનોએ ભારતને સમર્થન આપ્યું હતું. બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે, તમામ જિલ્લાની પોલીસને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.

ભારત બંધના એલાન પાછળનું કારણ:
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને SC/ST અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. આ નિર્ણય બાદ અનામત વિષેની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે.

દરેક જિલ્લાની પોલીસ હાઈ એલર્ટ પર:
ભારત બંધ દરમિયાન હિંસા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશને ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે ત્યાંની પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

આવતી કાલે શું બંધ રહેશે:
આવતી કાલના ભારત બંધન એલાન દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓને અસર થવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ રહે તેવી શકયતા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો