નેશનલ

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીની મુશ્કેલીઓ વધી, 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ

નવી દિલ્હીઃ મેનકા ગાંધી દ્વારા ઈસ્કોન મંદિર બાબતે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે હવે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવશે અને આ માટે તેમને નોટિસ પણ મોકલાવી દેવામાં આવી છે, એવી માહિતી ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી.

ઈસ્કોન કોલકતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે કોઈ પણ સાંસદ કોઈ પણ પ્રકારના તથ્ય વિના આ પ્રકારના પાયાવિહોણા આક્ષેપ કઈ રીતે કરી શકે? મેનકા ગાંધી દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને એને કારણે અમારા અનુયાયીઓને દુઃખ પહોંચ્યું છે. અમે આવા નિવેદન માટે મેનકા ગાંધી સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરીશું અને એ માટેની નોટિસ પણ એમને મોકલાવી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઈન્ટનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન)ની ગૌશાળામાંથી ગાયો કસાઈઓને વેચવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે ઈસ્કોને ગૌશાળાબનાવીને એનો ફાયદો ઉઠાવ્યો છે. એટલું જ નહીં સરકાર પાસેથીપણ તેમણે જમીનના રૂપમાં રાહત મેળવી છે. ઈસ્કોન પોતાની ગાયો કસાઈઓને વેચી છે. મેનકા ગાંધી જનાવરોના અધિકારો માટે લડે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button