તરોતાઝારાશિફળસ્પેશિયલ ફિચર્સ

આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા

આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
સૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)
મંગળ વૃષભ રાશિ (મિત્ર ઘર)
બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણ
ગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)
શુક્ર સિંહ રાશિ (અગ્નિતત્ત્વ)
શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ ક્ધયા રાશિ વક્રીભ્રમણ
આયુ, આરોગ્ય દાતા સૂર્ય ગ્રહ સિંહ રાશિ સ્વગૃહી
ભ્રમણ કરવાથી જનમાનસમાં આત્મવિશ્ર્વાસમાં વધારો થશે તથા રોગ પ્રગતિકારક શકિતનો સંચય વધે.અતિ લાંબા સમયથી પીડિત વારસાગત બીમારીઓમાંથી મુક્તિ થાય. બી.પી., પથરી, કબજિયાત તથા લીવર સંબંધિત તકલીફ ધરાવનારે દવા સાથે ખાનપાન અંગેની ચરી પાળવવી
જોઈએ.

ગર્ભણી મહિલાઓને ચક્કર તથા શીર દર્દ પકડાઇ જવાની શક્યતાઓ. સિનિયર સિટીજન વર્ગ ડેન્ગ્યુ કે ચીકન ગુનિયાનાં દર્દોથી પરેશાન થાય. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી તમામ ગ્રહ નડતર તથા આરોગ્યની સુખાકારી માટે દેવાધિદેવ મહાદેવજી જળાભિષેક સાથે પંચાક્ષરી મંત્ર જાપ કરશો. તા.૨૬ ચોથા શ્રાવણિયા સોમવારે શિવલિંગ પર જવ ચડાવાથી અસાધ્ય બીમારીઓ તથા વાઇરલ ઇન્ફેક્શનમાંથી મુક્તિ થશે.

(૧) મેષ (અ, લ, ઇ):- સાધારણ તાવકળતર,શરદી ઉધરસ જણાય. અડધી રાતે ઊંઘમાં ઝબકી જવાય. મહાદેવજીને બીલીપત્ર ચડાવશો તથા કપૂરની અગરબતી પ્રગટાવો.
(૨) વૃષભ (બ, વ, ઉ):- અચાનક ખભાનો દુખાવો લાગે. દાંતનો દુખાવો રાત્રિના સમયે લાગે. શિવલિંગ પર કાચા દૂધ સાથે જળાભિષેક કરશો.
(૨) મિથુન (ક, છ, ઘ):- આ સપ્તાહ આરોગ્ય માટે એકંદરે સારું રહેશે. વાઇરલ ઇન્ફેક્શનથી સંભાળવું. સંધ્યા સમયે મહાદેવજીના મંદિરે આરતી ગાન કરશો.
(૪) કર્ક (હ, ડ):- આ સપ્તાહ આરોગ્ય માટે વધારે કષ્ટદાયક બની રહે. માનસિક ભય ચિંતાઓ સતાવે.
નિત્ય ઈષ્ટદેવ સ્મરણ કરશો. શિવમંદિર માં નિત્ય દર્શન કરવા જશો.
(૫) સિંહ (મ, ટ):- છાતીમાં મચ્છર કરડવાની શક્યતાઓ. યુરિનમાં બળતરાઓ થવાની શક્યતાઓ.
સૂર્યગુરુ ગ્રહના મંત્ર જાપ કરશો.દેવાધિદેવ મહાદેવજીને મગ ચડાવશો.
(૬) ક્ધયા (પ, ઠ, ણ):-કમર ઝકડાઇ જવાની શક્યતાઓ.જૂની કબજિયાતની તકલીફ યથાવત રહે. ઓમ નમ: શિવાય મંત્રની એક માળા કરશો.
(૭) તુલા (ર, ત):- વજન વધી શકે. કુળદેવીનો ધૂપ દીપ સાથે સંધ્યા સમયે શિવજીની આરતી ગાન કરશો.
(૮) વૃશ્ર્ચિક (ન, ય):- આરોગ્ય માટે મિશ્ર રહેશે.ઊંઘ ઓછી થાય. મહાદેવજીને કાચા કપૂરીના પાન અર્પણ કરશો.
(૯) ધન (ભ, ધ, ફ, ઢ):-આ સપ્તાહ આરોગ્ય માટે માનસિક ભય ચિંતાઓ અકારણ રખાવે. શિવજીને ચંદન મિશ્રિત જળાભિષેક કરશો. ગરીબોને યથાશકિત ભોજન કરાવશો.
(૧૦) મકર (ખ, જ):- ઓચિંતા યકૃતમાં સોજો આવવાની શક્યતાઓ. ભગંદર પીડિત દર્દીઓ કાળજી રાખવી. શિવલિંગ પર પાંચ લોટા જળાભિષેક કરશો.
(૧૧) કુંભ (ગ, શ, સ):- હરસ, મસાની સમસ્યાઓ વધવાની શક્યતાઓ. ઊંઘમાં ગબડી જવાની શક્યતાઓ. પાર્વતીજીની મૂર્તિ પાસે દીપ પ્રાગટ્ય કરશો.
(૧૨) મીન (દ, ચ, ઝ, થ):- કફ ઉધરસની તકલીફ વધી શકે. પાસ્ટેટની બીમારી ધરાવનારે બહારનું પાણી પીવું નહીં. નવગ્રહ નડતર નિવારણ માટે મહાદેવજી પર જળાભિષેક કરશો.

અગામી તા.૨૬ ચોથા શ્રાવણિયા સોમવારેની શકય
હોય તો મૌન રહેશો. મહાદેવને લાડુનો ભોગ લગાવશો. પરિવારના સદસ્યોમાં પ્રસાદ વેચવાથી અકાળ રોગ,માંદગી ટળશે. માનસિક ભય ચિંતાઓ ઉદ્વેગમાંથી ચોક્કસ રાહત જણાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?