આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૨૦-૮-૨૦૨૪,
મંગલાગૌરી વ્રત, ગાયત્રી પુરશ્ર્ચરણ પ્રારંભ
ભારતીય દિનાંક ૨૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૯ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૧ અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૨-૨૨, મધ્ય રાત્રે ક. ૦૦-૩૩
ઓટ: સાંજે ક. ૧૮-૩૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – પ્રતિપદા. શ્રાવણ કૃષ્ણપક્ષ શરૂ, ઈષ્ટિ, હિંડોળા સમાપ્ત, મંગલાગૌરી વ્રત, ગાયત્રી પુરશ્ર્ચરણ પ્રારંભ, નારાયણગુરુ જયંતી (કેરાલા) પારસી ખોરદાદ સાલ, પંચક.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વરુણ દેવતાનું પૂજન, મંગળ-રાહુ દેવતાનું પૂજન, કદમ્બનું વૃક્ષ વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, પર્વપૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, દુકાન-રત્ન ધારણ, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ.
શ્રાવણ મહિમા: ભગવાન શિવની ઉપાસના માટે શિવલિંગને જલાભિષેક મુખ્ય છે. શિવસ્તોત્ર, શિવભજનોનું જ્ઞાન ન હોય તો પણ ફક્ત ૐ નમ: શિવાયના પંચાક્ષર મંત્રના જાપ સહિત શિવ જલાભિષેક કરવાથી પણ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. શિવભક્તિમાં બુદ્ધિજ્ઞાન, ચાતુર્યતા, આવડતની આવશ્યકતા નથી. શ્રદ્ધા, સંયમ, નીતિ, રીતિ સહિતની ભક્તિ પણ શિવતત્ત્વની પ્રાપ્તિ કરાવે છે.
આચમન:ચંદ્ર-નેપ્ચૂન ત્રિરેકાદશ પ્રવાસનો શોખ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ત્રિરેકાદશ, ગુરુ મૃગશીર્ષ પ્રવેશ
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર