ભાઈ Luv Sinhaને રાખડી ના બાંધવી પડે એટલે Sonakshi Sinhaએ ભર્યું આ પગલું…
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા (Sonakshi Sinha)એ એના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથેના લગ્ન બાદ સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે આજે રક્ષા બંધનના તહેવાર પર ફરી એક વખત સોનાક્ષી સિન્હા ચર્ચામાં આવી છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું સોનાક્ષીએ…
મળી રહેલી માહિતી પ્રમાણે સોનાક્ષીએ ઝહિર સાથે લગ્ન કરવાની જાહેરાત બાદથી જ સિન્હા પરિવારમાં ખાસી એવી ફાટફૂટ જોવા મળી રહી છે. સોનાક્ષી અને લવ સિન્હાના વણસેલા સંબંધો તો ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. દરમિયાન હવે એક રિપોર્ટમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ભાઈ લવ સિન્હાને રાખડી ના બાંધવી પડે એ કારણસર સોનાક્ષી અને ઝહિર બે દિવસ પહેલાં જ ત્રીજા હનીમૂન પર ઉપડી ગયા છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી…
સોનાક્ષી સિન્હા અને ઝહિરના લગ્નથી સોનાક્ષી સિન્હાના બંને ભાઈ લવ સિન્હા અને કુશ સિન્હા ખાસ કંઈ ખુશ નથી. આ જ કારણે બંને ભાઈઓએ લગ્નમાં પણ હાજરી આપી નહોતી. આટલું ઓછું હોય તેમ બંને ભાઈઓએ બહેન સોનાક્ષી અને જીજા ઝહિરને લગ્નની શુભેચ્છા પણ નહોતી આપી. હવે લગ્નના બે મહિનામાં જ સોનાક્ષીનું પતિ ઝહિર સાથે ત્રીજા હનીમૂન પર ઉપડી ગઈ છે અને રક્ષા બંધનના બરાબર બે દિવસ પહેલાં જ સોનાક્ષી આ રીતે પતિ ઝહિર સાથે વેકેશન પર ઉપડી ગઈ હોવાથી લોકો જાતજાતની વાતો અને અટકળો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો :Hand Bagની આડમાં શું છુપાવી રહી છે Sonakshi Sinha? ફેન્સ મૂંઝવણમાં…
સોનાક્ષીએ ઝહિર સાથે રોમેન્ટિક પળો માણતા ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટોમાં ન્યૂલી વેડ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. જોકે આ મામલે સોનાક્ષી કે લવ સિન્હા દ્વારા કોઈ પણ ઑફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.
જોઈએ હવે હનીમૂનથી પાછી ફરીને સોનાક્ષી રામાયણ જઈને ભાઈઓના સુના કાંડા પર રાખડી બાંધે છે કે નહીં..